રોડની સાઈડમાં પાર્ક કરેલા ટ્રકની પાછળ મીની ટ્રક ઘુસી જતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 લોકોના કરૂણ મૃત્યુ, 4 લોકો ઈજાગ્રસ્ત…

Published on: 10:25 am, Tue, 24 May 22

ગુજરાત સહિત સમગ્ર દેશમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે રવિવારે મોડી રાત્રે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં રોડની બાજુમાં પાર્ક કરેલા ટ્રકની પાછળ મીની ટ્રક ઘુસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતના પગલે મિનિટમાં મુસાફરી કરી રહેલા બે મજૂરોના કરૂણ મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે જિલ્લાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચે આવી હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના લવાડામાં નેશનલ હાઈવે-758 બાંકખેડા ચોકડી પર રવિવારે મોડી રાત્રે બની હતી. અહીં મોડી રાત્રે સવાઈપુર બાજુથી આવી રહેલો એક મીની ટ્રક રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટ્રક સાથે અથડાયો હતો.

અકસ્માતની ઘટના બની ત્યારે મીની ટ્રકમાં સવાર છ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં હોસ્પિટલમાં હાજર તબીબે 2 લોકોને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતની ઘટનાની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઈજાગ્રસ્ત થયેલા લોકો પ્રતાપગઢ જિલ્લા ના રહેવાસી હતા. મળતી માહિતી અનુસાર તેઓ ભીલવાડા માં સત્યમ ટેન્ટ હાઉસનો સામાન ખાલી કરીને મીની ટ્રકમાં સવાર થઈને પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રોડની સાઈડમાં પાર્ક કરેલા ટ્રકની પાછળ મીની ટ્રક ઘુસી જતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 લોકોના કરૂણ મૃત્યુ, 4 લોકો ઈજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*