ગુજરાત કોંગ્રેસ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં અશોક ગેહલોતની રી એન્ટ્રી થશે અને ગુજરાતની ચૂંટણીઓમાં સતત હારના કારણે મોટા ફેરબદલ થવાની તૈયારીઓ છે. રાજીવ સાતવ ની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી ચુક્યા છે.
અને રાજીવ સાતવ ના કાર્યકાળમાં કોંગ્રેસમાં જૂથવાદ સિવાય કંઈ નથી વધ્યું.રાજીવ સાતવ થી કોંગ્રેસ હાઈ કમાન્ડ પણ નારાજ છે. ત્યારે હવે અશોક ગેહલોત ને ક્યાં રોલમાં લઈ આવવા તેને લઈને વિચારણા ચાલી રહી છે.
અશોક ગેહલોતની ગમે તે ઘડીએ ગુજરાતમાં રી એન્ટ્રી થઇ શકે છે.ઉલ્લેખનીય છે કે,રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ ના સુપડા સાફ થઈ ગયા છે. રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે.
તો ગામડામાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો હતો. રાજ્યના 31 જિલ્લા પંચાયત,231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા ચૂંટણીમાં કેસરીયો છવાયો હતો.
જયારે કોંગ્રેસ નો સંપૂર્ણ સફાયો થયો હતો.વિધાનસભાની પેટાચૂંટણી, મહાનગર પાલિકા બાદ પંચાયતોમાં ભાજપે સતત વિજય હાંસલ કર્યો છે.ભાજપે વિજયની હેટ્રિક નોંધાવી છે અને શહેરી મતદારો ની.
જેમ ગ્રામીણ મતદારોએ પણ વિકાસની રાજનીતિ પર મહોર મારી હતી ભાજપે તાલુકા પંચાયત માં 3236, જિલ્લા પંચાયતમાં 771 અને નગરપાલિકામાં 2027 બેઠકો હાસલ કરી હતી.
આ કારણસર રાજીવ સાતવ ની કામગીરી કોંગ્રેસના હાઇ કમાન્ડ પણ નારાજ છે.જેથી સમાચાર મળી રહ્યા છે કે એકવાર ગુજરાતના રાજકારણમાં અશોક ગહેલોત ની રીએન્ટ્રી થઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment