કોરોના ના કેસો વધતા ગુજરાત રાજ્ય ના આ ગામમાં જાહેર કર્યું સાત દિવસ નું લોકડાઉન.

176

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ગુજરાત રાજ્યમાં કોરોના કેસો સતત વધી રહ્યા છે અને સૌથી વધારે ચિંતા રાજ્યના સુરત શહેરમાં ઊભી થઈ છે. સુરતમાં યુકેના નવા સ્ટ્રેન ના બે પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે.

આણંદ જિલ્લામાં કોરોના કેસો વધી રહ્યા છે જેથી હાહાકાર મચી જવા પામ્યો છે. કોરોના ના કારણે આણંદના સારસા ગામમાં સ્વેચ્છિક લોકડાઉન જાહેર કરવાના આદેશ કરવામાં આવ્યો છે.

આણંદના સારસા ગામમાં ગઈકાલે 25થી વધારે કેસો નોંધાતા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ઘર વપરાશની વસ્તુ માટે સવારના દસ વાગ્યા સુધી છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સારસા ગામ પંચાયત દ્વારા સ્વેચ્છિક લોકડાઉન નો નિર્ણય લેવામાં આવ્યો છે.સારસા ગામના સરપંચે જણાવ્યું કે કોરોના સંક્રમણ ને અટકાવવા માટે સ્વેચ્છિક લોકડાઉન આગામી 7 દિવસ માટે જાહેર કરાયું છે.

અને સવારના 10 વાગ્યા બાદ બજારો, હોટલો સહિતના તમામ વેપાર ધંધા બંધ રાખવા જણાવ્યું છે. જેથી કોરોના સંક્રમણ અટકાવવાના ભાગરૂપે ગામમાં તમામ દુકાનો.

ગલ્લાઓ સહિતના ધંધા રોજગારની દુકાનો બપોરે 12 કલાક પછી બંધ રાખવામાં આવે અને ત્યારબાદ ગામમાં માસ્ક વગર કોઈપણ જગ્યાએ બેસવાનું નહિ.

અને ગામના વોર્ડ સભ્યો પણ ગામના દરેક નાગરિકને ચુસ્તપણે પાલન કરવાના સૂચનો આપવામાં આવી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!