કેન્દ્ર સરકારના કૃષિ ને લગતા 3 બિલના વિરોધમાં સમગ્ર દેશના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. વિરોધની સાથે સાથે ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે કે આ કાયદાથી ખેડૂતોને તેમના પાક પર મળતા ટેકાના ભાવ ને સરકાર હટાવવા માંગે છે. બીજી તરફ સરકારે ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદીને મંજૂરી આપી હતી. સાથે સાથે દાવો પણ કર્યો હતો કે ટેકાના ભાવે માત્ર 48 કલાકમાં જ 10.53 કરોડ રૂપિયાના ડાંગર ની ખરીદી કરવામાં આવી છે.
સરકારે આવા આંકડા જાહેર કરીને દાવો કરવા માંગે છે કે તે ટેકાના ભાવ દૂર કરવા નથી માગતી.કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 48 કલાકમાં ડાંગરના ટેકાના ભાવે ખરીદી ના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો હતો છેલ્લા 48 કલાકમાં હરિયાણા અને પંજાબ ના આશરે 390 ખેડૂત પાસેથી 10.53 કરોડ રૂપિયામાં ડાંગર ની ખરીદી કરવામાં આવી છે.
સરકારના દાવા મુજબ માંગના ટેકા ના ભાવે તમિલનાડુમાં થી 24 મી થી અત્યાર સુધી 34.20 ટન ની ખરીદી કરવામાં આવી છે. તેવી જ રીતે ટેકાના ભાવે 52.40 કરોડ રૂપિયાના કોપરાની ખરીદી કરવામાં આવી છે. અનેક ખેડૂતોને આનાથી લાભા લાભ થયો છે.
કપાસની ટેકાના ભાવે ખરીદી પણ પહેલી ઓક્ટોબરથી શરૂ થશે તેવો સરકારે દાવો કર્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment