અમદાવાદ બાદ ગુજરાતના આ જાણીતા શહેરમાં પણ તંત્ર દ્વારા લેવાઈ શકે છે આ મહત્વપૂર્ણ નિર્ણય, જાણો વિગતે

Published on: 9:33 am, Tue, 29 September 20

ગુજરાત રાજ્યમાં કોરોના નું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. કોરોના નું સંક્રમણ અટકાવવા રાજ્ય ના કેટલા ગામડાઓ અને શહેરો અલગ-અલગ મહત્વપૂર્ણ નિર્ણયો લઇ રહ્યા છે.ગઈકાલે અમદાવાદ શહેરમાં રાત્રે 10 વાગ્યા પછી શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખાણીપીણીની બજારો અને દુકાનો બંધ રાખવાનો અમદાવાદ કોર્પોરેશન ને નિર્ણય લીધો છે.જોકે, અગાઉ તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અમદાવાદની જેમ વડોદરા પણ અમદાવાદના રસ્તે ચાલતાં જોવા મળ્યું છે.અમદાવાદ શહેરની જેમ વડોદરા શહેરમાં પણ એક સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. વડોદરાના મેયર ડો. જિગીષા બેન શેઠે આ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. રાત્રિના સમયે વેપાર અંગે પ્રતિબંધ લાદવાનો નિર્ણય વિચારણા હેઠળ હોવાનું તેમણે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોના નું ચક્ર પણ વધુ ફેલાય છે તો વડોદરા શહેરમાં તંત્ર દ્વારા આ નિર્ણય લેવાઈ શકે છે.

રાત્રે 10 વાગ્યા બાદ કેટલાક વિસ્તારોમાં દુકાનો બંધ કરવાનો નિર્ણય લેવાઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!