એક જ પરિવારના 9 સભ્યોએ એકસાથે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના…

Published on: 8:53 am, Tue, 21 June 22

મિત્રો થોડા દિવસોથી જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રમાં એક જ સાથે 9 લોકોએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટના મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાંથી સામે આવી રહી છે.

પરિવારના દરેક સભ્યોએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. મૃત્યુ પામેલા લોકોમાં એક ડોક્ટર દંપતીનો પણ સમાવેશ થાય છે. આ ઘટના સોમવારના રોજ બપોરના સમયે બની હતી. ઘરમાં એક રૂમમાંથી 6 લોકોનાં મૃતદેહ મળી આવ્યા હતા અને બીજી રૂમમાંથી 3 લોકોના મૃતદેહો મળી આવ્યા હતા.

પરિવારના સભ્યોએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ તેમના પડોશીઓ નું કહેવું છે કે, પરિવાર આર્થિક તંગીથી પરેશાન હતું. આ ઘટના બનતા જ ચારે બાજુ ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે પંચનામું કર્યા બાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. પડોશીઓનું કહેવું છે કે પરિવાર છેલ્લા થોડાક સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યું હતું. પરિવારે ઘણા લોકો પાસેથી ઉધાર પૈસા લીધા હતા. દેવું ન ચૂકવી શકવાના દબાણમાં પરિવારે દબાણમાં આવીને આ પગલું ભર્યું હોય છે.

મળતી માહિતી અનુસાર પડોશીઓએ ઘરમાં મૃતદેહ જોયા હતા. તેથી તેમને આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઘટનામાં પરિવારના અક્કાતાઈ વનમોરે (ઉંમર 72 વર્ષ), પોપટ યુલ્લાપ્પા વનમોરે (ઉંમર 52 વર્ષ), માણિકા યલ્લાપ્પા વનમોરે (ઉંમર 49 વર્ષ), સંગીતા પોપટ વનમોરે (ઉંમર 48 વર્ષ), રેખા માણિક વનમોરે (ઉંમર 45 વર્ષ), અર્ચના પોપટ વનમોરે (ઉંમર 30 વર્ષ), અનિતા માણિક વનમોરે (ઉંમર 28 વર્ષ), શુભમ પોપટ વનમોરે (ઉંમર 28 વર્ષ), આદિત્ય માણિક વનમોરે (ઉંમર 15 વર્ષ) એક સાથે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બનતા જ મૃતકના સંબંધીઓ અને આસપાસના લોકોમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એક જ પરિવારના 9 સભ્યોએ એકસાથે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*