2.50 લાખના 60 લાખ આપ્યા, છતાં પણ પાટીદાર પરિવારને દવા પીવાનો વારો આવ્યો…છેલ્લી વાર પિતાએ દીકરાને ફોન કરીને એવું કીધું કે… સાંભળીને રડી પડશો…

Published on: 12:27 pm, Sat, 21 January 23

આજે આપણે બે મહિના પહેલા બનેલી એક ઘટના વિશે વાત કરવાના છીએ. બે મહિના પહેલા રાજકોટમાં માતા-પિતા અને દીકરાએ ઝેરી દવા પીને સામૂહિક સુસાઇડ કર્યું હતું. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. પરિવારનું સુસાઇડ કરવાનું કારણ બિલકુલ સ્પષ્ટ હતો. પરિવારના લોકોએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું હતું.

મિત્રો તમને જણાવી દઈએ કે પરિવારે વ્યાજખોરોને 2.50 લાખ રૂપિયાના 60 લાખ રૂપિયા આપ્યા હતા. છતાં પણ વ્યાજખોરોની માંગ પૂરી થતી ન હતી. છેવટે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ધોળકિયા પરિવાર ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મૃત્યુ પામેલા કિર્તીભાઈ ધોળકિયાના મોટાભાઈ બકુલભાઈ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મારા ભાઈ કીર્તિ રાજકોટ યુનિવર્સિટી રોડ ઉપર રહીને ઝેરોક્ષની દુકાન ચલાવતા હતા.

47 વર્ષીય કિર્તીભાઈના પરિવારમાં તેમની 42 વર્ષીય પત્ની માધુરી અને તેમનો 24 વર્ષીય દીકરો ધવલ હતા. વ્યાજખોરોને વિષચક્રમાં ફસાયેલા કિર્તી બે મહિના પહેલા પોતાની પત્ની અને દીકરા સાથે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાને લઈને પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને હજુ પણ એક આરોપી ફરાર છે.

કિર્તીભાઈ ના ભાઈ બકુલભાઈ એ જણાવ્યું કે, વ્યાજખોરોએ બે થી અઢી લાખ રૂપિયાનું વ્યાજ ઓછામાં ઓછા 60 લાખ રૂપિયા પડાવી લીધા હતા. તેમ છતાં પણ યાદ કરવાની માંગ પૂરી થઈ નહીં અને તેઓ ઝેરોક્ષની દુકાન પડાવી લેવા માંગતા હતા. મને કેમેરા સામે બોલવામાં પણ શરમ આવે એવી વ્યાજખોરોએ માંગણી કરી હતી.

મળતી માહિતી અનુસાર પોલીસે સંજયસિંહ ઝાલા, મહેબુબશા અને ધવલ પપ્પુ મુંધવા નામના વ્યાજખોરોની ધરપકડ કરી છે. જ્યારે હજુ પણ યુવરાજસિંહ ઝાલા નામનો વ્યાજખોર ફરાર છે પોલીસ તેની શોધખોળ કરી રહી છે. પોલીસ કિર્તીભાઈ ધોળકિયાના કોલ રેકોર્ડિંગ ના આધારે કાર્યવાહી કરી રહી છે.

છેલ્લી વખત કિર્તીભાઈ પોતાના દીકરા ધવલને ફોન કરીને જણાવ્યું હતું કે, જો તું બહાર છો તો ફોન સ્વીચ ઓફ કરીને ઘરે આવતો રહે, આમેય આપણે સવારે ક્યાં કોઈને મોઢું બતાવવું છે. બકુલભાઈ જણાવ્યું કે, બીજા દિવસે સવારે હું 10 10:30 વાગ્યાની આસપાસ મારા ભાઈની દુકાને જાવ છું. ત્યારે મારા ભાઈની દુકાન ખુલ્લી ન હતી અને મેં તેને ફોન કર્યો ત્યારે તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો.

પછી મેં મારા ભાઈની પત્ની અને દીકરાને ફોન કર્યો પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહીં. પછી મેં સતત 15 મિનિટ સુધી બધાને ફોન કર્યા પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહીં. પછી હું અને મારો એક નાનો ભાઈ 11:30 વાગ્યાની આસપાસ કિર્તીભાઈ ના ઘરે ગયા હતા. ત્યારે અમને ત્યાંથી કિર્તીભાઈ તેમની પત્ની અને દીકરો ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. હાલમાં હજુ પણ પોલીસ આ ઘટનાને લઈને કાર્યવાહી કરી રહી છે. હજુ પણ ઘટનાનો એક આરોપી ફરાર છે તેની શોધખોળ પોલીસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "2.50 લાખના 60 લાખ આપ્યા, છતાં પણ પાટીદાર પરિવારને દવા પીવાનો વારો આવ્યો…છેલ્લી વાર પિતાએ દીકરાને ફોન કરીને એવું કીધું કે… સાંભળીને રડી પડશો…"

Leave a comment

Your email address will not be published.


*