લે લેતો જા..! રોડ ઉપર બિયર પીતા પીતા યુવકે બુલેટ ચલાવવી, પછી તો યુવક સાથે કંઈક એવું થયું કે…જુઓ વાયરલ વિડિયો…

Published on: 1:02 pm, Sat, 21 January 23

હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે. તમે ઘણા એવા બાઈક ચાલકોને જોયા હશે જેઓ સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે બાઈક પર જોખમી સ્ટંટ કરતા હોય છે. અમુક વખત સ્ટંટ બાજને બાઈક પર સ્ટંટ કરવા ભારે પડી જતા હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

આ વિડીયો દિલ્હી-મેરઠ એક્સપ્રેસ-વે પરનો છે. જેમાં તમે જોઈ શકો છો કે એક યુવક રોડ ઉપર બિયર પીતા પીતા બુલેટ ચલાવતો નજરે પડી રહ્યો છે. એક હાથમાં બિયરનું કેન છે અને બીજા હાથથી તે બુલેટ ચલાવી રહ્યો છે અને તેને હેલ્મેટ પણ નથી પહેર્યું. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલો વિડિયો દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પરના મસુરી વિસ્તારનો છે. આ રોડ ઉપર ટુવિલર ચલાવવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં પણ આ વ્યક્તિ પોતાનું બુલેટ લઈને આ રોડ ઉપર આવે છે. ત્યાર પછી શરૂ બાઈક પર બિયર પીને વિડીયો બનાવે છે.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયો વાયરલ થયા બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને થોડાક જ સમયમાં આ યુવકને પકડી પાડ્યો હતો. આ વ્યક્તિએ ત્રણ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. પ્રથમ નો એન્ટ્રી વ્હીકલ, બીજું હેલ્મેટ નહોતું પહેર્યું, ત્રીજું ચાલુ બાઈક પર બિયર પીધું.

મળતી માહિતી અનુસાર પોલીસે આ યુવકને પકડીયા બાદ તેને 31 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ યુવકનું નામ અભિષેક છે અને તે ગાઝિયાબાદના અસલતપુર જાટવ વિસ્તારનો રહેવાસી છે. પોલીસે ઓનલાઈન ચલણ આપીને આ યુવકના ઘરે મોકલી આપ્યું હતું.

એટલું જ નહીં પરંતુ ગાઝિયાબાદ પોલીસે ટ્વિટ કરીને કહ્યું કે, આ મામલે વધુ કાનૂની કાર્યવાહી મસૂરી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે. હાલમાં આ વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે આવા લોકોના જ કારણે અકસ્માતની ઘટનાઓ બને છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લે લેતો જા..! રોડ ઉપર બિયર પીતા પીતા યુવકે બુલેટ ચલાવવી, પછી તો યુવક સાથે કંઈક એવું થયું કે…જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*