કાર અને બસ વચ્ચે ટક્કર થતા એક જ પરિવારના 6 સભ્યોના કરુણ મોત… 6 અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

Published on: 7:29 pm, Wed, 12 July 23

આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ અકસ્માતમાં ઘણા લોકોને ઈજા પહોંચે છે અને ઘણા લોકો મૃત્યુ પણ પામે છે. દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના છ લોકોના મોત થયા હતા. કાર અને બસ વચ્ચેની અથડામણમાં ત્રણ બાળકો એ પણ જીવ ગુમાવ્યા છે. જ્યારે બે લોકોની હાલત ગંભીર છે, તમામ મૃતકો એક જ પરિવારના હતા.

ખાટું શ્યામ જવા માટે મેરઠથી નીકળ્યા હતા, અકસ્માતમાં મોતને ભેટેલા લોકોને એકસાથે છ અર્થી નીકળી ત્યારે આખું ગામ ડુસકે ભરાયું હતું. લોકોના આંસુ રોકાતા ન હતા, શોકમાં ગામના લોકો તેમના ચૂલા બંધ રાખ્યા હતા. આ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા નરેન્દ્ર યાદવ, અનિતા દીપાંશુ યાદવ, હિમાંશુ, બબીતા યાદવ અને પરી નો સમાવેશ થાય છે. જ્યારે આ અકસ્માતમાં ધર્મેન્દ્ર યાદવ અને કાર્તિક ની હાલત નાજુક છે.

ઈંચોલી પોલીસ સ્ટેશન વિસ્તારના હેઠળના ધાનપુર ગામના રહેવાસી 85 વર્ષીય જયપાલ યાદવને એક પુત્રી અને ત્રણ પુત્રો હતા. મોટી પુત્રી માયા, પુત્રો જીતેન્દ્ર યાદવ, નરેન્દ્ર યાદવ અને ધર્મેન્દ્ર યાદવ ચારેય પરિણીત છે. મકાનના એક ભાગમાં જીતેન્દ્ર તેના પરિવાર સાથે રહે છે, જ્યારે નરેન્દ્ર અને ધર્મેન્દ્ર એક ભાગમાં સાથે રહે છે. નરેન્દ્ર ની તો હફાપુરમાં હાર્ડવેર અને ઈલેક્ટ્રીક ની દુકાન છે, જ્યારે જીતેન્દ્ર અને ધર્મેન્દ્ર ખેતી કરે છે.

મંગળવારે સવારે સાડા ચાર વાગ્યે નરેન્દ્ર અને ધર્મેન્દ્રનો પરિવાર ખાટું શ્યામ જવા માટે કારમાં નીકળ્યા હતા. જીતેન્દ્ર કારમાં ગયો ન હતો, જ્યારે પરિવારના અકસ્માતની ઘટનાની જીતેન્દ્રને જાણ થઈ તો એ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જીતેન્દ્ર એ કહ્યું કે કશું બચ્યું નથી, આખા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. તેણે કહ્યું કે નરેન્દ્ર અમારા પરિવારના મુખિયા હતા અને તેઓ જ આખા પરિવારની જવાબદારી સંભાળતા હતા.

3000 ની વસ્તી ધરાવતા ઘનુપુરમાં મિશ્ર વ્યક્તિ રહે છે, આ ગામમાં યાદવ, અનુસૂચિત જાતિ, મુસ્લિમ અને અન્ય સમાજના લોકો રહે છે. ઘટનાની જાણ થતા લોકોએ તેમના ઘરના ચૂલા બંધ કરી દીધા છે. ગામના લોકોએ અર્થી નો સામાન અને ઇંધણની વ્યવસ્થા કરી હતી, મોડી રાત્રે મૃતદેહોને ઘરે લાવવામાં આવ્યા.

એ પછી જ્યારે સ્મશાનમાં લઈ જવાય ત્યારે આખું ગામ ધ્રુસકે ચઢ્યું હતું. સમશાનમાં બે ચિતા બનાવવામાં આવી હતી, એક ચિતા પર નરેન્દ્ર, તેમની પત્ની અનિતા અને પુત્ર દિપાંશુના શબ હતા. જ્યારે બીજી ચિતા પર ધર્મેન્દ્ર, તેમની પત્ની બબીતા અને પુત્રી વંશીકા અને નરેન્દ્ર ના પુત્ર હિમાંશુના શબ રાખવામાં આવ્યા હતા. બંને ચિતાને મુખાગની જીતેન્દ્રના મોટા પુત્ર પ્રિયાંશુએ આપી હતી.

નોધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કાર અને બસ વચ્ચે ટક્કર થતા એક જ પરિવારના 6 સભ્યોના કરુણ મોત… 6 અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*