6 કૂતરાઓએ મળીને 9 વર્ષના માસૂમ બાળક સાથે કર્યું એવું કે, વિડીયો જોઈને તમારા પણ રુવાડા ઉભા થઈ જશે…

Published on: 3:50 pm, Fri, 27 May 22

હાલમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ વિડીયો જોઇને તમારા પર રુવાડા ઉભા થઇ જશે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે 6 કુતરાઓ એક 9 વર્ષના બાળક પર પ્રહાર કરી રહ્યા છે. બાળક પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ દોડે છે, પરંતુ કુતરાઓ તેને ચારેય બાજુથી ઘેરી લે છે.

ત્યારબાદ કુતરાઓ બાળક પર પ્રહાર કરે છે. બાળક પોતાનો જીવ બચાવવા માટે બૂમાબૂમ કરે છે અને રડવા લાગે છે. બાળકનો અવાજ સાંભળે સાઇકલ સવાર બે બાળકો અને સ્કુટી પર સવાર બે મહિલાઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ બંને મહિલાઓ એ કૂતરાઓને ભગાડીને બાળકનો જીવ બચાવી લીધો હતો.

મળતી માહિતી અનુસાર આ જ કૂતરાઓએ અગાઉ એક બાળકનો જીવ લઇ લીધો હતો. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જ મહાનગરપાલિકાના કાર્ય પર ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

મળતી માહિતી અનુસાર આ ઘટના જયપુરથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહીં 19 મેના રોજ બપોરે 2.20 કલાકે 9 વર્ષીય દક્ષ નામનો બાળક રમતો રમતો ઘરમાંથી બહાર આવ્યો હતો. બાળકને રસ્તા પર જોઈને અચાનક જ 6 કુતરાઓ દ્વારા બાળક પર પ્રહાર કરવામાં આવ્યો હતો.

કૂતરાઓને જોઈને બાળક પોતાનો જીવ બચાવવા માટે એક કારની પાછળ છુપાઈ ગયો હતો. પરંતુ કુતરાઓ બાળકોને ચારેબાજુથી ઘેરી લે છે અને તેના પર પ્રહાર કરે છે. કૂતરાઓએ બાળક પર 40 જેટલા પ્રહાર કર્યા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં બે મહિલાઓએ બાળકનો જીવ બચાવી લીધો હતો.

ત્યારબાદ ઈજાગ્રસ્ત હાલતમાં બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં બાળકની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ઘટનામાં બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "6 કૂતરાઓએ મળીને 9 વર્ષના માસૂમ બાળક સાથે કર્યું એવું કે, વિડીયો જોઈને તમારા પણ રુવાડા ઉભા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*