મિત્રો સાથે નર્મદા નદીમાં ન્હાવા ગયેલા 20 વર્ષના યુવકનું પાણીમાં ડૂબી જવાના કારણે કરૂણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના

Published on: 3:25 pm, Fri, 27 May 22

ગુરૂવારના રોજ સાંજે બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં નર્મદા નદીમાં મિત્ર સાથે ન્હાવા ગયેલો 20 વર્ષીય યુવક નદીમાં ડૂબી ગયો હતો. આ ઘટના બનતા આસપાસના વિસ્તારમાં માતમ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને SDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

અને નર્મદા નદીમાં યુવકના મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે આજરોજ સવારે લગભગ સાડા સાત વાગ્યાની આસપાસ સ્થાનિક તરવૈયાઓને નદીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યું હતું. મૃત્યુ પામેલા યુવકનું નામ નિલેશ હતું. નિલેશ ગુરૂવારના રોજ પોતાના મિત્રો સાથે નર્મદા નદીમાં ન્હાવા માટે ગયો હતો.

નાહતી વખતે નિલેશ ઊંડા પાણીમાં ચાલ્યો ગયો હતો આ કારણોસર તે ડૂબી ગયો હતો. નિલેશને ડૂબતા જોઈને તેના મિત્રોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે તેને બચાવી શક્યા નહીં. ત્યારબાદ નીલેશના મિત્રોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી.

પોલીસે SDRFની તેમની મદદ લઈને નદીમાં યુવકના મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી. ગુરૂવારના રોજ મોડી રાત્રે નદીમાં શોધખોળ કર્યા છતાં પણ યુવકનો મૃતદેહ મળી આવ્યું ન હતું. ત્યારે આજરોજ સવારે યુવકનું મૃતદેહ નદીમાથી મળ્યુ હતું. નિલેશ મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. નિલેશ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ નિલેશ ના મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવશે. જુવાન દીકરાનું મૃત્યુ થતાં માતા-પિતા પડી ભાંગ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મિત્રો સાથે નર્મદા નદીમાં ન્હાવા ગયેલા 20 વર્ષના યુવકનું પાણીમાં ડૂબી જવાના કારણે કરૂણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*