લગ્નમાં જઈ રહેલા રાજકોટના 5 યુવાનોને લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માત નડ્યો, 5 યુવાનોના કરૂણ મૃત્યુ….

Published on: 3:14 pm, Tue, 3 May 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે લીંબડી-અમદાવાદ હાઈવે પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ઇકો કાર અને બસ વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રાજકોટના 5 યુવાનોના કરૂણ મૃત્યુ થયા હતા.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં 4 યુવાનોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોને યુવાનોને સારવાર માટે 108 ની મદદથી લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક યુવાને મોડી સાંજે સારવાર દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો.

અકસ્માતના પગલે સમગ્ર પંથકમાં માતમ છવાઇ ગયો હતો. રાજકોટના યુવાનો રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં જઇ રહ્યા હતા ત્યારે લીંબડીના કાટરીયા ગામ પાસે ઇકો કાર અને ખાનગી બસ વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.  ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી.

પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની ઘટનામાં 27 વર્ષીય સાગર પવાર, 25 વર્ષીય અનિલ ચૌહાણ, 24 વર્ષીય ઇમરાન સમા અને 25 વર્ષીય સંદીપ જોટાણીયાનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.

જ્યારે રાજ મુકેશભાઈ નામના યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોડી સાંજે મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર અકસ્માતમાં મૃત્યુ પામેલા સાગરના સગા ભાઈનાં લગ્ન હતા. ભાઈનું મૃત્યુ થતાં લગ્નની ખુશી માં માતમ છવાઇ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટના પાંચ યુવાનોના મૃત્યુ થવાના કારણે રાજકોટમાં માતમ છવાઇ ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. પરિવારના જવાનો જોતો દીકરાઓના મૃત્યુ થતા માતા પિતા ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નમાં જઈ રહેલા રાજકોટના 5 યુવાનોને લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માત નડ્યો, 5 યુવાનોના કરૂણ મૃત્યુ…."

Leave a comment

Your email address will not be published.


*