કપડાની ખરીદી કરીને ઘરે આવી રહેલા એક જ પરિવારના 4 જુવાન દીકરાઓના અકસ્માતમાં મોત, એક સાથે 4 અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

Published on: 1:55 pm, Fri, 2 December 22

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 4 યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં બે સગા ભાઈઓ, બાકીના બે કાકાના છોકરાઓનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલા યુવાનોની ઉંમર 17 થી 19 વર્ષ વચ્ચેની હતી તેવું જાણવા મળી રહ્યું છે. આ ઘટના બનતા જ મૃતક યુવાનોના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

મળતી માહિતી અનુસાર સંબંધીને ત્યાં લગ્ન હોવાના કારણે ચારે યુવાનો કપડાં ખરીદવા માટે નીકળ્યા હતા. કપડાં ખરીદીને બાઈક પર પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમની બાઈક જીપ કાર સાથે અથડાઈ હતી. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટનામાં ચારેય યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના ગુરૂવારના રોજ બોડી રાત્રે બની હતી.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના અલવરમાંથી સામે આવે છે. આ અકસ્માતની ઘટનામાં કાનપુરા ગામના રહેવાસી 18 વર્ષના પ્રદીપ, 19 વર્ષના લલિત, 18 વર્ષના રાહુલ અને 17 વર્ષના નવીને પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃત્યુ પામેલા ચારે યુવાનો એક જ પરિવારના સભ્યો છે. સંબંધીને ત્યાં લગ્ન હોવાના કારણે તેઓ કપડાની ખરીદી કરવા માટે બાઈક લઈને બહારગામ ગયા હતા.

કપડાની ખરીદી કર્યા બાદ ચારે લગભગ 8:00 વાગ્યાની આસપાસ પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે ચારેય યુવાનોના ઘટના સ્થળે મોત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃત્યુ પામેલા ચારેય યુવકોના મૃતદેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. ચારેયના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.મળતી માહિતી અનુસાર પ્રદીપ અને લલિતના માસીના દીકરાના 2 નવેમ્બર ના રોજ એટલે કે આજરોજ લગ્ન હતા. તેથી પ્રદીપ અને લલિત પોતાના કાકાના છોકરાઓ સાથે કપડાની ખરીદી કરવા માટે એક દિવસ પહેલા બહારગામ ગયા હતા.

ખરીદી કરીને તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. એક સાથે પરિવારના ચાર જુવાન દીકરાઓની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું હતું. પ્રદીપ અને લલિત બંને સગા ભાઈઓ છે. એટલું જ નહીં પરંતુ અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અંતિમ સંસ્કારમાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કપડાની ખરીદી કરીને ઘરે આવી રહેલા એક જ પરિવારના 4 જુવાન દીકરાઓના અકસ્માતમાં મોત, એક સાથે 4 અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*