લગ્નના 4 મહિના બાદ પતિએ પત્નીનો જીવ લઈ લીધો, ત્યારબાદ પતિએ ગળાફાંસો ખાઈ લીધો – જાણો ચોંકાવનારી ઘટના…

Published on: 12:08 pm, Fri, 10 June 22

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પતિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો છે અને ત્યાર બાદ પોતે પણ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. બંનેના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. આ ઘટના ગુરૂવારના રોજ સાંજના સમયે જબલપુર રાંઝી વિસ્તારમાં બની હતી.

મળતી માહિતી અનુસાર ગુરૂવારના રોજ સાંજે માતા અને માનવ ભાઈ ઘરે પરત આવ્યા ત્યારે ઘરની એક રૂમમાંથી પુત્રવધુ મૃતદેહ મળી આવ્યું હતું. અને પંખા સાથે દિકરાનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. આ દ્રશ્ય જોઈને માતા અને નાના ભાઇના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે બંનેના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, 4 મહિના પહેલા 30 વર્ષીય વિભોર સાહુના લગ્ન 23 વર્ષીય રીતુ સાથે થયા હતા.

વિભોર લોડિંગ ઓટોમાં શાકભાજી અને ફૂલ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. વિભોરના પરિવારમાં તેની માતા અને નાનો ભાઈ છે. તેના પિતાનું અવસાન થયું હતું. મળતી માહિતી અનુસાર જે દિવસે આ ઘટના બની તે દિવસે માતા અને નાનો ભાઈ કથામાં ગયા હતા. વિભોર અને તેની પત્ની રીતુને પણ કથામાં જવાનું હતું.

પરંતુ તે બંને કથામાં પહોંચ્યા ન હતા. મળતી માહિતી અનુસાર થોડાક દિવસો પહેલા વિભોર તેની પત્ની સાથે તેની માતાનો ઈલાજ કરાવવા માટે નાગપુર ગયો હતો. ત્યાંથી પરત ફર્યા બાદ વિભોર એક અઠવાડિયાથી કામ પર ગયો ન હોતો. તેથી વિભોર અને રીતુ વચ્ચે ભારે માથાકૂટ થઇ ગઇ હતી.

મળતી માહિતી અનુસાર ગુરૂવારના રોજ સાંજે જ્યારે કથામાંથી માતા અને નાનુભાઈ ઘરે પરત ફર્યા ત્યારે પુત્રવધૂ રીતુ મૃતદેહને રૂમમાંથી મળી આવ્યું હતું. જ્યારે વિભોરનું મૃતદેહ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં કહેવામાં આવી રહ્યું છે કે, વિભોરે સૌ પ્રથમ પોતાની પત્નીનો જીવ લઈ લીધો હશે અને ત્યારબાદ પોતે ગળાફાંસો ખાઇ લીધો હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નના 4 મહિના બાદ પતિએ પત્નીનો જીવ લઈ લીધો, ત્યારબાદ પતિએ ગળાફાંસો ખાઈ લીધો – જાણો ચોંકાવનારી ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*