3 બહેનોએ રક્ષાબંધનના દિવસે ભાઈનો જીવ ગુમાવ્યો, બહેનો રાખડી બાંધવા માટે ભાઈની રાહ જોતી રહી, ફોન પર ભાઈના મૃત્યુના સમાચાર…

Published on: 1:07 pm, Fri, 12 August 22

હાલમાં બનેલી એક દુઃખ દાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રણ બહેનોએ રક્ષાબંધનના દિવસે પોતાનો ભાઈનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. આ સમગ્ર ગંભીર અકસ્માતની ઘટના પીલીભીતમાં બની હતી. અહીં બાઈક સવારે યુવક ડિવાઇડર સાથે અથડાયો હતો.

અકસ્માતની ઘટનામાં યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેનો સાથીદાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર બંને યુવકો બાઇક પર સવાર થઈને બજારમાં જઈ રહ્યા હતા ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો.

આ ગંભીર અકસ્માતની ઘટનામાં કુંવર પાલ નામના યુવકનો કરુણ મૃત્યુ નીપજ્યું છે. કુંવર પાલ નામનો યુવક તેના મિત્ર અમને સાથે બજારમાં ગયો હતો. ચાર રસ્તા પર તેની બાઇક બે કાબુ થતા બાઈક ડિવાઇડર સાથે અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતની ઘટનામાં કુંવર પાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

તેથી તેનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે કુંવર પાલનો મિત્ર અમન પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે અમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો કુવર પાંચ ભાઈ બહેનોમાં સૌથી નાનો હતો.

મૃતક કુંવરની ત્રણ મોટી બહેનો છે. કુંવરની બહેનો રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા માટે પિયરમાં આવી હતી. બહેનો રાખડી બાંધવા માટે કુંવરની રાહ જોઈ રહી હતી. પરંતુ ફોન પર તેના મૃત્યુના સમાચાર મળ્યા હતા. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "3 બહેનોએ રક્ષાબંધનના દિવસે ભાઈનો જીવ ગુમાવ્યો, બહેનો રાખડી બાંધવા માટે ભાઈની રાહ જોતી રહી, ફોન પર ભાઈના મૃત્યુના સમાચાર…"

Leave a comment

Your email address will not be published.


*