ભાઈને રાખડી બાંધીને ઘરે જઈ રહેલી મહિલા સાથે રખડતા આખલાએ કર્યું એવું કે – વીડિયો જોઈને રુવાટા ઉભા થઈ જશે…

Published on: 2:45 pm, Fri, 12 August 22

ગુજરાત શહીદ સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે રખડતા આખલાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. અત્યાર સુધીમાં કેટલાય લોકોએ આખલાઓના કારણે પોતાના જીવ ગુમાવ્યા હશે અને કેટલાય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હશે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

જેમાં એક રખડતા આખલાએ 90 વર્ષની વૃદ્ધ મહિલાને અડફેટેમાં લીધી હતી. આખલાએ મહિલાને લગભગ ચાર ફૂટ ઉછાળીને રસ્તા પર પછાડી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં મહિલાના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આખલાને ભગાડીને વૃદ્ધ મહિલાનો જીવ બચાવી લીધો હતો.

ત્યારબાદ વૃદ્ધ મહિલા ને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ ઘટના રાજસ્થાનના ફતેહપુરમાં બની હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર વૃદ્ધ મહિલા પોતાના પિયરમાં ભાઈને રાખડી બાંધીને ઘરની બહાર જઈ રહી હતી.

મહિલા ઘરથી થોડીક દૂર પહોંચી ત્યારે તેમની સાથે આ ઘટના બની હતી. વૃદ્ધ મહિલાનું પિયર ફતેહપુર સ્વામી ઓઇલ મીલ પાસે આવેલું છે. ગુરૂવારના રોજ રક્ષાબંધનના દિવસે મહિલા પોતાના ભાઈને રાખડી બાંધવા માટે પિયરમાં ગઈ હતી. ભાઈને રાખડી બાંધીને કોઈ કામ અર્થે તેઓ બહાર નીકળ્યા હતા.

ઘરથી થોડીક દૂર એક આખલાએ તેમના ઉપર પ્રહાર કર્યા હતા. આખલા એ તેમને શિંગડામાં ભેરવીને ઉછાળ્યા હતા. આ ઘટનામાં વૃદ્ધ મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

સમગ્ર ઘટનાની જાણ થતા નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. તેમને આખલાને પકડીને બાંધી દીધો હતો. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. વાયરલ થઈ રહેલા વિડીયો જોઈને સ્થાનિક લોકોમાં ભાઈનો માહોલ જોવા મળ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાઈને રાખડી બાંધીને ઘરે જઈ રહેલી મહિલા સાથે રખડતા આખલાએ કર્યું એવું કે – વીડિયો જોઈને રુવાટા ઉભા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*