3 સગી બહેનોએ એક સાથે ઝાડ પર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, મૃત્યુ પહેલા ત્રણેય બહેનોએ… જાણો સમગ્ર ઘટના

Published on: 4:07 pm, Wed, 27 July 22

આજકાલ જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. આજકાલના યુવાનો અને યુવતીઓ નાની-નાની વાતમાં ખોટું લગાડીને સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ચોંકાવનારી અને દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક આદિવાસી પરિવારની 3 સગી બહેનોએ એક સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે.

આ ઘટના બનતા જે ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર ત્રણેય બહેનોએ એક સાથે મળીને એક જ દોરડા વડે ઝાડ પર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ચોક આવનારી ઘટના મંગળવારના રોજ મોડી રાત્રે 11 વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર પોલીસ બપોરે 2.30 વાગ્યાની આસપાસ ઘટના સ્થળે પહોંચી હતી.

ત્રણેય બહેનોએ આ પગલું કયા કારણોસર ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી બહેનોની મોટી બહેનનું કહેવું છે કે, આ ઘટના બની તેના થોડાક સમય પહેલા ત્રણેય બહેનોએ તેની અને તેના દીકરા સાથે વાત કરી હતી. ત્રણેય બહેનો તેને ઘરે રહેવા માટે બોલાવતી હતી.

મળતી માહિતી અનુસાર આ ઘટના ખંડવામાં બની છે. આ ઘટનામાં સોનુ, સાવિત્રી અને લલિતા નામની ત્રણેય બહેનોએ એક જ ઝાડ પર એક જ દોરડા વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલ દીકરીઓના પિતાનું નામ જામસિંહ હતું, તેમના પિતા હાલમાં દુનિયામાં હયાત નથી.

પરિવારમાં પાંચ બહેનો અને ત્રણ ભાઈઓ છે. પાંચ બહેનો માંથી ત્રણ બહેનોએ એક સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવનને ટૂંકાવ્યું છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે. બહેનોએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની કોઈ પણ માહિતી સામે આવી નથી.

એક જ પરિવારની ત્રણ બહેનોના મૃત્યુ થતા પરિવારમાં માતમ થવાઈ ગયો હતો. મૃત્યુ પામેલી સોનુની ઉમર 23 વર્ષની હતી, મૃત્યુ પામેલી સાવિત્રીની ઉંમર 21 વર્ષ અને મૃત્યુ પામેલી લલિતાની ઉંમર 19 વર્ષની હતી. ત્રણેય બહેનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "3 સગી બહેનોએ એક સાથે ઝાડ પર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, મૃત્યુ પહેલા ત્રણેય બહેનોએ… જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*