બાઈક પર સવાર 2 મિત્રોને ટ્રેક્ટર ચાલકે કચડી નાખ્યા, બે મિત્રોમાંથી એકનું કરુણ મોત… બે મહિનાની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી…

આજકાલ અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે ઓલપાડના કટારા અને સાધિયેર ગામ વચ્ચે ટ્રેક્ટરની અડફેટ માં આવતા બાઈક સવાર બે મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ બંને મિત્રોને મોડી રાત્રે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

જ્યાં બંનેમાંથી એક મિત્રનું સારવાર દરમિયાન કરુણ મોત થયું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી આવી હતી અને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી. મૃત્યુ પામેલા યુવકની ઉંમર 28 વર્ષની હતી અને તેનું નામ લાલુ લલ્લુભાઈ રાઠોડ હતું.

લાલુ મજૂરી કામ કરતો હતો અને તે પોતાના મિત્ર સાથે બાઈક પર સવાર થઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં બંને મિત્રોને અકસ્માત નડ્યો હતો. લાલુનું મોત થતા જ બે મહિનાની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

મળતી માહિતી અનુસાર લાલુના માતા-પિતાના મૃત્યુ બાદ તેના પરિવારમાં તેના ભાઈ, બહેન, પત્ની અને એક બે મહિનાની દીકરી છે. મળતી માહિતી અનુસાર 16 તારીખના રોજ લાલુ પોતાના મિત્ર સાથે બાઈક પર જઈ રહ્યો હતો આ દરમિયાન બંનેને અકસ્માત નડ્યો હતો.

ત્યારબાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં શુક્રવારના રોજ રાત્રિના સમયે સારવાર દરમિયાન લાલુંનું મોત થયું હતું. જ્યારે તેના મિત્રને સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*