આ છે દેશનો સૌથી મોટો પરિવાર..! પરિવારમાં એક સાથે રહે છે 185 લોકો… 75 કિલો લોટની બનાવવામાં આવે છે રોટલીઓ… જુઓ કેટલીક ખાસ તસવીરો…

Published on: 6:03 pm, Tue, 12 December 23

મિત્રો આજના આધુનિક યુગમાં સંયુક્ત કુટુંબની ભાવનાઓ અને સંસ્કૃતિ લુપ્ત થતી જઈ રહી છે. આ બધા વચ્ચે ઘણા એવા પરિવાર પણ છે, જેઓ હજુ પણ સંયુક્ત કુટુંબમાં રહે છે. ત્યારે આજે આપણે આપણા દેશના તેવા જ એક કુટુંબ વિશે વાત કરવાના છીએ. મિત્રો તમને જણાવી દઈએ કે, રાજસ્થાનમાં અજમેરમાં રહેતા આ પરિવારમાં કુલ 185 સભ્યો રહે છે.

આ પરિવારના 185 સભ્યો એકબીજા સાથે હળી મળીને રહે છે. મિત્રો આ પરિવારના તમામ નિર્ણય પરિવારના હેડમેન ગણાતા ભવરલાલ માલી લે છે. પરિવારની વાત કરીએ તો, પરિવારને જમવા માટે 75 કિલો લોટની રોટલી બનાવવામાં આવે છે. રોટલી બનાવવા માટે લગભગ 10 જેટલા ચૂલા બનાવવામાં આવેલા છે. આ પરિવારને દેશનો સૌથી મોટો પરિવાર માનવામાં આવે છે. આ પરિવારના મુખ્યની વાત કરીએ તો તેમનું નામ સુલતાન માલી છે અને તેમને છ દીકરાઓ છે.

જેમાં સૌથી મોટા દીકરાનું નામ ભવરલાલ છે. બીજા નંબરના દીકરા નું નામ રામચંદ્ર, પછી મોહન અને છગન તેમજ ચંદ અને છોટુભાઈ હતું. પરિવારના મુખ્ય સુલતાન માલીએ બધાને એક સાથે રાખ્યા હતા અને હંમેશા બધાને એકસાથે રહેવાનું શીખવ્યું હતું. જેના કારણે તેમનો પરિવાર હજુ પણ એક સાથે રહે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ પરિવારની અંદર 55 પુરુષ તેમજ 55 મહિલાઓ અને 75 જેટલા બાળકો છે. પરિવારની અંદરથી કુલ 125 થી પણ વધારે મતદારો છે. મિત્રો આ કુટુંબને દેશનો સૌથી મોટો કુટુંબમાં માનવામાં આવે છે. ઉપરાંત કુટુંબની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ચારેય બાજુ થઈ રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "આ છે દેશનો સૌથી મોટો પરિવાર..! પરિવારમાં એક સાથે રહે છે 185 લોકો… 75 કિલો લોટની બનાવવામાં આવે છે રોટલીઓ… જુઓ કેટલીક ખાસ તસવીરો…"

Leave a comment

Your email address will not be published.


*