પ્રેમ લગ્નના 15 દિવસ બાદ યુવકે નાના ભાઈને ” મિસ યુ પપ્પા” તેવો SMS મોકલીને ગળાફાંસો ખાઈને જીવ ટૂંકાવી લીધો – જાણો સમગ્ર ઘટના

Published on: 9:34 am, Mon, 23 May 22

હાલમાં બનેલી એક જીવન ટૂંકાવવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 23 વર્ષના યુવકે પ્રેમ લગ્નના 15 દિવસ બાદ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર યુવકે 19 મેના રોજ લગભગ સાંજે 5 વાગ્યાની આસપાસ ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકાવી લીધો હતો.

આ પગલું ભર્યું તે પહેલાં યુવકે પોતાના નાના ભાઈના મોબાઈલ પર “મિસ યુ પપ્પા” લખીને SMS કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના ઈન્દોરમાં બની છે. અહીં 23 વર્ષીય અંકિત નામના યુવકે 3 મેના રોજ 22 વર્ષીય શિવાની સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બંને લગ્ન મંદિરમાં કર્યા હતા. લગ્ન કર્યા બાદ અંકિત પોતાની પત્ની સાથે ઓમકારેશ્વર પિતાના ઘરે ચાલ્યો ગયો હતો.

ત્યારબાદ બીજા દિવસે શિવાનીના પિતાએ ફોન કરીને શિવાનીને ઇન્દોર બોલાવી હતી. શિવાનીના પિતાએ શિવાનીને કહ્યું કે, તેઓ આ લગ્નથી નારાજ નથી થયા. જ્યારે શિવાની ગંગાનગર પહોંચી ત્યારે તરત જ તેના પિતાએ શિવાનીને એક રૂમમાં બંધ કરી દીધી હતી. શિવાનીના પિતા 8 મે સુધી દીકરીને ઘરની બહાર નીકળવા ન દીધી. ત્યારબાદ અંકિતે પોતાના સસરા સાથે વાતચીત કરી.

ત્યારે સસરાએ જણાવ્યું કે, શિવાનીને લઈ જાવી હોય તો 50 હજાર રૂપિયા આપવા પડશે. અંકિત એક કાપડ માર્કેટમાં કામ કરતો હતો અને અંકિતના પિતા એક ડ્રાઈવર હતા. તેથી તેમની પાસે એટલા બધા રૂપિયા ન હતા. આ વાતને લઈને અંકિતના પિતાએ કહ્યું કે, “અમે પુત્રવધુ ખરીદશો નહી” એમ કહીને પૈસા આપવાની ના પાડી દીધી હતી. જેના કારણે અંકિત ખૂબ જ તણાવમાં આવી ગયો હતો.

છેવટે અંકિતે 19 મેના રોજ સાંજે પોતાના નાના ભાઈને પિયુષને “મિસ યુ પપ્પાનો” SMS મોકલ્યો હતો. પિયુષ આ વાતને ગંભીરતાથી ન લીધી. પિયુષ એ વિચાર્યું કે પત્નીની ગેરહાજરીના કારણે ભાઈ તણાવમાં આવી ગયો હશે. તેથી આવો મેસેજ મોકલ્યો હશે. પિયુષ ઈન્દોરમાં પોતાના ભાઈથી અલગ ભાડાના મકાનમાં રહેતો હતો. મેસેજ મોકલ્યા બાદ અંકિતે ગળાફાંસો ખાઈને પોતાનો જીવ બચાવી લીધો હતો.

આ ઘટના બન્યા બાદ પડોશીઓએ આ ઘટનાની જાણ પિયુષને કરી હતી. પિયુષ જ્યારે અંકિતના ઘરે પહોંચ્યો ત્યારે ત્યાં પોલીસ હાજર હતી. ઘરમાંથી લટકતી હાલતમાં અંકિત મૃતદેહ મળી આવ્યું હતું. દિવાલ ઉપર અંકિતે પોતાની પત્ની શિવાનીનું નામ અને તેનો મોબાઈલ નંબર લખ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પ્રેમ લગ્નના 15 દિવસ બાદ યુવકે નાના ભાઈને ” મિસ યુ પપ્પા” તેવો SMS મોકલીને ગળાફાંસો ખાઈને જીવ ટૂંકાવી લીધો – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*