લગ્નના ત્રણ મહિના બાદ 25 વર્ષની યુવતી ‘હાથમાં સુસાઇડ નોટ’ લખીને પોતાનો જીવ ટુંકાવ્યો, સુસાઈડ નોટમાં લખ્યું કે તમે પણ રડી પડશો…

Published on: 9:36 am, Mon, 23 May 22

આજકાલ જીવવા ની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં જીવન ટૂંકાવવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના હરિયાણાના સાયબર સીટી ગુડગાવમાં બની હતી. મળતી માહિતી અનુસાર ગુડગાંવના કાર્ટર પૂરી ગામમાં 25 વર્ષની પરિણીત યુવતીએ હાથમાં સુસાઇડ નોટ લખીને પોતાનો પોતાનો જીવ ટૂંકાવી લીધો છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી યુવતીએ આ પગલું ભરવા માટે સાસરીયા પક્ષને જવાબદાર ગણાવ્યા છે. મૃત્યુ પામેલી યુવતીએ સુસાઇડ નોટમાં પોતાની છેલ્લી ઇચ્છા જણાવી હતી કે, “મારા સાસરિયાઓ મારું મોઢું પણ ન જોવે”. મૃત્યુ પામેલી યુવતીનું નામ રીતું હતું.

આ ઉપરાંત રીતુએ પાંચ પેજ પર આ પગલું ભરવા પાછળના કારણોનો ઉલ્લેખ કર્યો હતો. રીતુએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, હું મારા સાસરિયાઓના ટોણાથી પરેશાન થઈ ગઈ છું. મારા અંતિમ સંસ્કાર મારા બાળપણના ગામમાં જ થવા જોઈએ. મારા અંતિમ સંસ્કાર વખતે સુહાગનની વસ્તુઓ દૂર રાખજો.

રીતુના લગ્ન 18 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના રહેવાસી ચેતન સાથે થયા હતા. મારી બહેનને MBA કર્યું હતું, તે નોકરી કરવા માંગતી હતી. પરંતુ સાસરિયાઓને આ વાત પસંદ ન હતી. મળતી માહિતી અનુસાર રિતુના ભાઈ કુલદીપે જણાવ્યું કે, મારી બહેનનો પતિ ચેતન, જેઠ કુલદીપ, જેઠાણી શોભા અને સાસુ મારી બહેનને દહેજ માટે ત્રાસ આપતા હતા.

જેના કારણે આ બધાથી કંટાળીને મારી બહેન પોતાનો જીવ ટૂંકાવી લીધો છે. સમગ્ર ઘટનાને લઇને રિતુના સંબંધીઓએ જણાવ્યું કે, ત્રણ મહિના પહેલા જ્યારે રીતુના લગ્ન થયા ત્યારે અમે અમારા સ્ટેટસ કરતા પણ વધારે દહેજ આપ્યું હતું. છતાં પણ લગ્ન બાદ રિતુના સાસરિયાઓ રીતુને દહેજ માટે ત્રાસ આપતા હતા. ત્યારે રિતુના ભાઈ કુલદીપે કહ્યું કે, અમે અમારી બહેન ને સમજાવતા હતા કે થોડાક દિવસોમાં જ બધું સારું થઈ જશે.

પરંતુ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને રીતુએ પોતાનો જીવ ટૂંકાવી લીધું. આ સમગ્ર ઘટના બન્યા બાદ રીતુના ભાઈ કુલદીપે પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને સાસરિયાઓની પૂછપરછ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નના ત્રણ મહિના બાદ 25 વર્ષની યુવતી ‘હાથમાં સુસાઇડ નોટ’ લખીને પોતાનો જીવ ટુંકાવ્યો, સુસાઈડ નોટમાં લખ્યું કે તમે પણ રડી પડશો…"

Leave a comment

Your email address will not be published.


*