ભારત દેશમાં કોરોના ની બીજી લહેર દિવસે ને દિવસે ઘટતી રહે છે અને દેશના કોરોના ના કારણે મૃત્યુ ની સંખ્યા પણ ઘટી રહી છે પરંતુ અમુક એવા રાજ્યો છે જ્યાં કોરોના નું સંક્રમણ ઘટવાનું નામ નથી લેતું દિવસેને દિવસે કોરોના કેસમાં વધારો થતો જાય છે અને મૃત્યુનો આંકડો પણ વધી રહ્યો છે.
ત્યારે દેશમાં કોરોના નો નવો ડેલ્ટા વેરિઅન્ટ ફરી અકે વખત વધી રહ્યો છે. આ બધા વચ્ચે મણિપુરમાં દિવસેને દિવસે કોરોના ના કેસ વધી રહ્યા છે.
જેના કારણે ત્યાંની સરકાર દ્વારા કોરોના સંક્રમણ ને કાબુમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા તાબડતોડ એક નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારે રાજ્યમાં 10 દિવસનું લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું છે.
રાજ્યમાં આ લોકડાઉન 18 જુલાઇ સુધી લાગુ રહેશે. ઉપરાંત આ દરમિયાન રાજ્યમાં કર્ફ્યુ પણ લાગુ રહેશે. લોકડાઉન દરમ્યાન જો કોઈ પણ વ્યક્તિ કોરોના નિયમનો ભંગ કરશે અથવા તો ઘરની બહાર નીકળશે તો તેને વિરોધમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે રાજ્યમાં કોરોના તે સતત વધી રહ્યા હતા જેના કારણે કોરોના ની ચેન તોડવા માટે રાજ્યમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે.
લોકડાઉન દરમિયાન જીવન જરૂરિયાતની વસ્તુઓ ની દુકાન સિવાય તમામ દુકાનો બંધ રહેશે. મળતી માહિતી મુજબ જો કોરોનાનુ સંક્રમણ લોકડાઉન દરમ્યાન ઘટશે નહીં તો સરકાર દ્વારા લોકડાઉન લંબાવવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.