સમગ્ર દેશભરમાં જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી ગઈ છે. ત્યારે એક zomato ડીલીવરી બોયના જીવ લેવાની ઘટના સામે આવી છે. ડીલીવરી બોય ઓર્ડર લઈને ડીલીવરી કરવા જતો હતો. આ દરમિયાન રસ્તામાં ત્રણ યુવકોએ તેને રોક્યો હતો. ત્યારબાદ ધારદાર વસ્તુ વડે તેના પર પ્રહાર કર્યા હતા. આ સમગ્ર ઘટના બન્યા બાદ ઇજાગ્રસ્ત હાલતમાં ડીલેવરી લગભગ દોઢ કિલોમીટર સુધી બાઈક ચલાવીને હોસ્પિટલ પહોંચ્યો હતો.
આ હોસ્પિટલમાંથી તેને વધુ સારવાર માટે બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં શુક્રવારના રોજ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, લૂંટના ઇરાદે ડિલીવરી બોય પર ધારદાર વસ્તુ વડે પ્રહાર થયા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો દાખલ કરીને અજાણ્યા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
આ ઘટના ઇંદોરથી સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક યુવકનું નામ સુનિલ હતું અને તેની ઉંમર 24 વર્ષની હતી. તે ઈંદોરના બર્ફાની ધામ વિસ્તારમાં રહેતો હતો. તેનો નાનો ભાઈ રવિ પણ ઈન્દોરમાં ડિલીવરી બોય તરીકે કામ કરતો હતો. સુનિલ zomato માં કામ કરતો હતો. ગુરૂવારના રોજ રાત્રે સુનિલ ઓર્ડર લઈને જતો હતો. ત્યારે તેની સાથે રસ્તામાં આ ઘટના બની હતી.
મૃત્યુ પામેલા સુનિલના પિતા એક ખેડૂત છે. સુનિલ થોડાક મહિના પહેલા જ ઈન્દોર રહેવા આવ્યો હતો. મળતી માહિતી અનુસાર સુનિલ જ્યારે ઓર્ડર લઈને જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં ત્રણ યુવકોએ તેને રોક્યો હતો. ત્યારબાદ તેના પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે ડિલીવરી બોય સુનિલ નું zomatoનું બેગ 800 મીટર દૂર સિવિલ લેન માંથી મળી આવ્યું હતું.
ઘટના સ્થળથી લગભગ દોઢ કિલોમીટરના અંતરે એક હોસ્પિટલ આવેલી છે. સુનિલ આ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત હાલતમાં બાઈક ચલાવીને પહોંચ્યો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ સુનિલના ભાઈને કરવામાં આવી હતી અને સુનિલને ત્યાંથી MY હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો હતો.
જ્યાં સારવાર દરમિયાન શુક્રવારના રોજ સુનિલનું મૃત્યુ નીપજ્યું હતું. સુનિલ પર કયા કારણસર પ્રહાર કરવામાં આવ્યા તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ લૂંટના ઇરાદે તેની સાથે આ ઘટના બની હશે તેવું કહેવામાં આવી રહ્યું છે. પોલીસે આ કેસ સામે અજાણ્યા આરોપીઓની શોધ કોણે શરૂ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment