રાજકોટના ઢોલરા પાસે રોડ ક્રોસ કરતી વખતે માતા અને દીકરો ડિવાઇડર પરથી નીચે પડ્યા, 3 વર્ષના માસુમ દીકરાનું મૃત્યુ…

Published on: 9:59 am, Sat, 30 July 22

રાજકોટના ઢોલરા પાસે બનેલી એક દર્દના ઘટના સામે આવી છે. અહીં રોડ ક્રોસ કરતી વખતે ડિવાઇડર પરથી પડી જતા ત્રણ વર્ષના બાળકનું મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના બનતા ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટના રસુલપરામાં રહેતા સોનલભાઈ વિજયભાઈ મકવાણા નામની મહિલા પોતાની ત્રણ વર્ષના દીકરા શિવમને લઈને વાંકાનેર માવતરે જવા માટે નીકળી હતી.

મળતી માહિતી અનુસાર ઢોલરાથી રીક્ષા ભાડે કરવા માટે સોનલબેન પોતાના ત્રણ વર્ષના દીકરા શિવમ સાથે રસ્તાની સામેની બાજુ જઈ રહ્યા હતા. આ દરમિયાન સોનલબેન અને તેમનો દીકરો શિવમ ડિવાઇડર પરથી નીચે પડી ગયા હતા. જેના કારણે બંનેને ગંભીર ઈજા પહોંચી હતી.

આ ઘટનામાં શિવમના માથાના અને પેટના ભાગે ગંભીર ઇજા પહોંચવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન શિવમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. શિવમના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

ઘટનાની માહિતી મળતા પરિવારના લોકો હોસ્પિટલ પહોંચે આવ્યા હતા. મૃત્યુ પામેલો શિવમ એક ભાઈ અને એક બહેનમાં નાનો હતો. મળતી માહિતી અનુસાર લગભગ પાંચ મહિના પહેલા બીમારીના કારણે શિવમ ના પિતા વિજયભાઈનું મૃત્યુ થયું હતું.

પાંચ મહિના બાદ શિવમનું મૃત્યુ થતાં સોનલ બેને પતિ પછી પુત્ર ગુમાવ્યો છે. તેના કારણે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મળતી માહિતી અનુસાર આ બનાવ અંગે આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એચ.એમ તરજીયા સહિતના સ્ટાપે કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઘટના બનવાના કારણે આસપાસના વિસ્તારમાં માતમ છવાઈ ગયું હતું. સોનલબેન અચાનક ડિવાઇડર પરથી કેવી રીતે નીચે પડી ગયા તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. ત્રણ વર્ષના માસુમ દીકરાનું મૃત્યુ થતાં પરિવારના લોકો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટના ઢોલરા પાસે રોડ ક્રોસ કરતી વખતે માતા અને દીકરો ડિવાઇડર પરથી નીચે પડ્યા, 3 વર્ષના માસુમ દીકરાનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*