સુરતમાં ઘરેથી ગુમ થયેલા 25 વર્ષના યુવકનું મૃતદેહ ખાડીમાંથી મળી આવ્યું… જુવાનજોધ દીકરો ગુમાવતા પરિવારનું હૈયાફાટ રૂદન…

સુરત શહેરમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. સુરતમાં ઘરેથી ગુમ થયેલા યુવકનું મૃતદેહ એવી જગ્યાએથી મળી આવ્યું છે કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. સુરતમાં ગાંધી કુટિર નજીક આવેલી ખાડીમાંથી એક 25 વર્ષના યુવકનું મૃતદેહ મળી આવ્યું છે. પછી તો પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને યુવકની તપાસ શરૂ કરી દીધી હતી.

આ દરમિયાન તેની ઓળખ થઈ હતી. જાણવા મળ્યું કે મૃત્યુ પામેલો યુવક ગઈકાલે બપોરે અચાનક જ ઘરેથી ગુમ થઈ ગયો હતો. પછી પરિવારના સભ્યોએ તેની શોધખોળ શરૂ કરી દીધી હતી. ત્યારે આજરોજ યુવકનું મૃતદેહ ખાડીમાંથી મળી આવ્યું છે.

આ વાતના સમાચાર મળતા જીવકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. યુવકના મોતના પગલે અકસ્માત કે સુસાઇડને લઈને રહસ્ય સર્જાયું છે. મોતનું સાચું કારણ જાણવાની પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ સુરજ દશરથ ગાયકવાડ હતું અને તેની ઉંમર 25 વર્ષની હતી. સુરજ મૂડ મહારાષ્ટ્રનો અને ભટાર વિસ્તારમાં આવેલી ગોકુળ નગર સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. તેના પરિવારમાં તેના માતા-પિતા અને એક ભાઈ છે.

સૂરજ છૂટક મજૂરી કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ત્યારે ગઈકાલે અચાનક જ બપોરના બે વાગ્યાની આસપાસ સૂરજ ગુમ થઈ ગયો હતો. પછી પરિવારના સભ્યોએ દીકરાની શોધખોળ કરી પરંતુ તેનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં.

ત્યારે આજરોજ સવારે લગભગ 8:30 વાગ્યાની આસપાસ જાણ થઈ કે એક ખાડીમાં એક યુવકનું મૃતદેહ છે. પછી પરિવારના સભ્યો ત્યાં પહોંચે ત્યારે પરિવારના સભ્યોએ પોતાના દીકરાની ઓળખ કરી હતી. હાલમાં પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*