રાજકોટમાં 20 વર્ષના યુવકનું ઊંઘમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની આશંકા… જાણો શું છે આ દુઃખદ ઘટના…

Published on: 6:24 pm, Wed, 1 November 23

ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે રાજકોટમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 20 વર્ષના યુવકનું કરુણ મોત થયું છે. રાજકોટ શહેરમાં આવેલ રામવન સામે બંધીસર વે-બ્રિજ નજીક મીરા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એક કારખાનાની ઓરડીમાં સુતો 20 વર્ષનો યુવક સૂતો હતો.

ત્યારે અચાનક જ તેની તબિયત બગડી ગઈ હતી અને પછી તે બેભાન થઈ ગયું હતું. એટલે તરત જ તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. અહીં ઇમર્જન્સી રૂમમાં 20 વર્ષના યુવકનો ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.

ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચે આવી હતી અને જરૂરી તપાસ શરૂ કરી દીધી હતી. તપાસ કર્યા બાદ પોલીસે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું. માત્ર 20 વર્ષના દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

મૃત્યુ પામેલા યુવકનું નામ ગુરુપ્રસાદ શિવકુમાર ગોડીયા હતું. ગુરુપ્રસાદ રાજકોટમાં ત્રણ મહિનાથી મજૂરી કરી રહ્યો હતા. તે એક કારખાનામાં કામ કરતો હતો અને અહીં જ એક ઓરડામાં રહેતો હતો. છેલ્લા બે દિવસથી તેની તબિયત નરમ રહેતી હતી અને તેને હળવો તાવ પણ આવતો હતો.

ત્યારે ગઈકાલે સાંજે કામેથી આવ્યા બાદ 7:00 વાગ્યાની આસપાસ તે સૂતો હતો. ત્યારે બેભાન થઈ ગયો હતો અને પછી તેનું મોત થયું હતું. પ્રાથમિક તારણમાં એવું સામે આવી રહ્યું છે કે ગુરુપ્રસાદનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટમાં 20 વર્ષના યુવકનું ઊંઘમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની આશંકા… જાણો શું છે આ દુઃખદ ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*