હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રણ મિત્રો જન્મદિવસની ઉજવણી કરવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન પાણીમાં ડૂબી જવાના કારણે એક મિત્રનું મૃત્યુ નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર મિત્રો સાથે નહી સાગર ડેમમાં નાહવા ઉતરેલો યુવક ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો.
જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. યુવકનું મૃત્યુ થયું તે પહેલાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં યુવક પોતાના મિત્રો સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. આ ઘટના 15 ઓગસ્ટના રોજ જયપુર જિલ્લાના ડુડુ વિસ્તારમાં બની હતી.
મળતી માહિતી અનુસાર જાન મોહમ્મદ નામના 18 વર્ષીય યુવકનો 15 ઓગસ્ટના રોજ જન્મદિવસ હતો. એ પોતાના બે મિત્રો સાથે બપોરે લગભગ બે વાગ્યાની આસપાસ બાઈક પર મૌઝમાબાદ પહોંચ્યો હતો. અહીં અઠેપુરા રોડ પર મહીસાગર ડેમમાં નાહવા માટે ત્રણેય મિત્રો ઉતર્યા હતા.
ત્રણેય મિત્રો પાણીમાં ખૂબ જ મસ્તી કરી રહ્યા હતા. આ દરમિયાન જાન મોહમ્મદ મસ્તી કરતો કરતો ઊંડા પાણીમાં ચાલ્યો ગયો હતો. પોતાના મિત્રને ડૂબતા જોઈએ અન્ય બે મિત્રો બુમો પાડતા પાડતા કિનારા તરફ આવ્યા. આ ઘટના બનતા જ આસપાસના ગામના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
ગામના લોકોએ ભેગા મળીને ડૂબી ગયેલા યુવકને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. યુવકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
મિત્રો સાથે ડેમમાં નાહવા ઉતરેલો યુવક ઊંડા પાણીમાં ડૂબી ગયો, જન્મદિવસના દિવસે યુવકનું મૃત્યુ – જુઓ મૃત્યુ પહેલાનો વિડીયો pic.twitter.com/ju1857eDvS
— GUJJU ROCKZ (@gujju_rockz) August 17, 2022
મળતી માહિતી અનુસાર ત્રણેય મિત્રોમાંથી એક પણ નહીં તરતા આવડતું ન હતું. મળતી માહિતી અનુસાર સિંચાઈ વિભાગે ડેમ પાસે ડેમન ઉતરવા અને નાહવા માટેની ચેતવણીના બોર્ડ લગાવ્યા છે. છતાં પણ યુવકો પાણીમાં ઉતરી ગયા હતા. જેના પગલે જન્મદિવસના દિવસે જ એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment