પોતાનો મોબાઇલ બચાવવાના ચક્કરમાં 18 વર્ષના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો… આખી ઘટના સાંભળીને રુવાડા બેઠા થઈ જશે….

Published on: 5:09 pm, Mon, 23 October 23

દેશભરના વિવિધ વિસ્તારોમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક નહેરમાંથી એક યુવકનું મૃતદેહ મળી આવ્યું છે. આ વાતની જાણ થતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી.

નહેરમાં પડેલું મૃતદે જોઈને સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પછી પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ યુવકને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યું હતું અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.

આ ઘટના હરિયાણા માંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા યુવકની ઓળખ સુનિલકુમાર તરીકે થઈ છે અને તેની ઉંમર 18 વર્ષની હતી. સુનિલ કુમાર એક ખાનગી કંપનીમાં મજૂરી કામ કરતો હતો. 17 ઓક્ટોબર ના રોજ કંપનીની નજીકથી પસાર થતી એક કેનાલ પાસે સુનિલ તેના ભાઈ સાથે ગયો હતો.

અહીં તે ફોન પર વાત કરતો હતો. ત્યારે અચાનક જ તેનો ફોન કેનાલમાં પડી ગયો હતો. એટલે ફોન લેવા માટે સુનિલ કેનાલમાં ઉતર્યો હતો. આ દરમિયાન તેનો પગ લપસ્યો હતો અને તે કેનાલમાં ડૂબી ગયો હતો. જેના કારણે પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત થયું હતું.

સુનિલના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા સુનિલના ભાઈના નિવેદન પરથી વધુની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પોતાનો મોબાઇલ બચાવવાના ચક્કરમાં 18 વર્ષના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો… આખી ઘટના સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…."

Leave a comment

Your email address will not be published.


*