સુરતમાં નવરાત્રીમાં નાની એવી વાતમાં માથાકૂટ થતા, 3 લોકોએ મળીને 2 સગા ભાઈનો જીવ લઈ લીધો… એક સાથે પરિવારના બે કુળદીપક ઓલવાઈ ગયા…

સુરત શહેરમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. ત્યારે ગઈકાલે મહા અષ્ટમીના દિવસે બનેલી હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સાવ નાની એવી વાતમાં કેટલાક શખ્સોએ મળીને બે સગા ભાઇનો જીવ લઈ લીધો છે. ઘટના બનતા જ એક જ સાથે એક જ પરિવારના બે કુળદીપક ઓલવાઈ ગયા છે. સાવ નાની એવી વાતમાં માથાકૂટ થતા ત્રણ શખ્સોએ મળીને બે ભાઈ પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા.

સમગ્ર ઘટનાની જાણ થયા બાદ અમરોલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો બંનેનું મોત થઈ ગયું હતું. પોલીસે ત્રણેય અટકાયત કરી લીધી છે. આ ઘટનામાં કોસાડ આવાસમાં ત્રણ શખ્સોએ મળીને રાહુલ અને પ્રવીણ નામના બે સગા ભાઇઓનો જીવ લઈ લીધો હતો.

બંને ભાઈ પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા બાદ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ઘટના બનતા જ મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.  બંને દીકરાઓના મોત બાદ તેમના પિતાને ભારે આઘાત લાગ્યો છે. 28 વર્ષના રાહુલના મોતના કારણે એક નાના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

જ્યારે 23 વર્ષનો પ્રવીણ હીરામાં નોકરી કરતો હતો અને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો. સમગ્ર ઘટનાને લઈને મૃતકોના પરિવારજનોએ આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જાણવા મળી રહ્યું છે કે રાહુલ અને કેટલાક શખ્સો ઝઘડો કરી રહ્યા હતા. આ દરમિયાન નાનુભાઈ પ્રવીણ વચ્ચે પડ્યો હતો. અને પછી માથાકૂટ એટલી વધી કે ત્રણેય આરોપીઓએ મળીને બંને સગા ભાઇનો જીવ લઈ લીધો હતો.

સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા બંને યુવકોના પિતાએ જણાવ્યું કે, મારા બંને દીકરા ગરબા રમી રહ્યા હતા. ત્યારે સાઈડમાં પડેલી ગાડી હટાવવાની સામાન્ય બાબતમાં ઝઘડો થયો હતો. આ ઝઘડો થયા બાદ આરોપીઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા.

પરંતુ અડધો કલાક પછી તેઓ પાછા આવ્યા હતા અને અંધારામાં મારા નાના દીકરા ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. ત્યારે મારો બીજો દીકરો તેને બચાવવા માટે ગયો ત્યારે આરોપીઓએ તેના ઉપર પણ ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસે તણે આરોપીઓની અટકાયત કરીને તેમની પૂછપરછ કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*