બટાકાની છાલ થી તમને મળશે આ સમસ્યાથી છુટકારો,આજથી શરૂ કરો આ પ્રયોગ

Published on: 4:53 pm, Sat, 26 March 22

વાળ સ્ત્રીઓ નું ઘરેણું હોય છે. આવી સ્થિતિમાં જો સતત વાળ ખરતા હોય તો શું? વાળ ખરવા એ આજે દરેક સ્ત્રી માટે ચિંતાનો વિષય બન્યો છે. સ્ત્રીઓ વાળ ને ખરતા અટકાવવા માટે અવનવા નુસખા અપનાવતી હોય છે. તો આવો આજે તમને એક અનોખા નુસખા વિશે જણાવીએ…

આજના આ ઝડપી યુગમાં કોઈ પાસે પોતાના વાળની કે સ્કિન ની કેર કરવાનો સમય હોતો નથી. આવી સ્થિતિમાં વાળ પાતળા થઈ જવા, નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જવા અને ટાલ પડી જવાના પ્રોબ્લેમ ઉભા થતા હોય છે. ત્યારે બટેટાની છાલ વાળ માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.

બટેટાની છાલ વાળને મજબૂત અને કાળા બનાવે છે. પોતાના વાળની રંગત પાછી મેળવવા માટે બટેટાની છાલ સર્વશ્રેષ્ઠ જણાવવામાં આવે છે. બટેટા અને તેની છાલમાં ઘણા પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ રહેલા હોય છે. તેમાં વિટામિન B, વિટામીન C, વિટામીન B-6, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને ફોલેટ ઘણી માત્રામાં રહેલું છે. જેથી આપણા શરીરને ઘણા પ્રકારના ફાયદા પૂરા પાડે છે.

બટેટાની છાલ નો ઉપયોગ કરવાની રીત:-

વાળને સુંદર બનાવવા માટેની આ રીતે ખુબ જ ઝડપી અને અસરકારક છે. સૌપ્રથમ, બટેટાની છાલને 10 મિનિટ પાણીમાં ઉકાળો. ત્યારબાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો. આ નીકળેલા પાણીને એક વાસણમાં ભરી લો. અને હવે આ પાણીને ધીરે-ધીરે પાંચ મિનિટ સુધી મસાજ સાથે લગાવો. 30 મિનિટ બાદ વાળને આમજ રાખ્યા બાદ ઠંડા પાણીથી ધોઈ લો.

આ નુસખાથી તમારા વાળ મજબૂત તો બનશે જ પરંતુ સાથે સાથે વાળ નો રંગ પણ પાછો ફરશે. આ ઉપરાંત પણ બટેટાની છાલ થી શરીરને અન્ય ઘણા ફાયદા થાય છે.

Be the first to comment on "બટાકાની છાલ થી તમને મળશે આ સમસ્યાથી છુટકારો,આજથી શરૂ કરો આ પ્રયોગ"

Leave a comment

Your email address will not be published.


*