વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં ખરા ધર્મથી ખરી સંસ્કૃતિથી આજના યુવાન ક્યાંક વિમુખ થતો જાય છે, ત્યારે વિવિધ પ્લેટફોર્મમાં મારફતેથી વિવિધ મંદિરોના ઇતિહાસની માહિતી અવગત કરવાનો પ્રયત્ન પણ કરતા હોય છે.એવામાં આજે આપણે એ મંદિર વિશે વાત કરીશું કે જેની હજુ ઘણી એવી વિશેષતાઓ વિશે કોઈ જાણતા હશે નહિ હોય.
ગુજરાતના બોટાદ જિલ્લાના એક નાનકડા ગામ એટલે કે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર આજે ખૂબ પ્રખ્યાત બન્યું છે. એટલું જ નહીં પરંતુ એ ભગવાન સ્વામીનારાયણના અનુયાયીઓ એવાં ગોપાળાનંદ સ્વામી નિર્મિત કષ્ટભંજન હનુમાનજી મંદિર આજે દેશ-વિદેશમાં પ્રતિષ્ઠા પામ્યો છે. જાણવા મળ્યું છે કે તેનો ઈતિહાસ પણ ખૂબ જ આધ્યાત્મિક રહ્યો છે. તમે પણ આ મંદિરની મુલાકાત લીધી હશે અને કષ્ટભંજન દેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હશે.
આપણી ગુજરાતની ધરતીને પવિત્ર માનવામાં આવે છે કે જ્યાં ઊઠે દેવી દેવતાઓના મંદિરો આવેલા છે અને ભક્તો પણ અવારનવાર મંદિરોમાં દર્શન કરવા માટે જતા હોય છે. એવામાં ઘણા મંદિર તો એટલા સુપ્રસિદ્ધ હોય છે કે જ્યાં ભક્તોનો ભારે મહેરામણ ઉમટી પડતું હોય છે, ત્યારે આ કષ્ટભંજન હનુમાનજી નું મંદિર કે જે સાળંગપુર માં આવેલું છે.
જેનો મહિમા પણ અપરંપાર રહ્યો કહેવાય છે કે આ મંદિરમાં સાક્ષાત હનુમાનદાદા બિરાજમાન છે અને ભક્તો પણ હનુમાન દાદાના દર્શનાર્થે દૂર દૂરથી આવતા હોય છે અને ધન્યતા અનુભવે છે. આ મંદિરનો ઈતિહાસ વિષે વાત કરીશું તો તમે પણ કદાચ સારંગપુર હનુમાનના મંદિરે હનુમાન દાદાના દર્શનાર્થે ગયા હશો.
પરંતુ એ વસ્તુ તમે ભાગ્યે જ જોઈ હશે જેમાં આ મંદિરમાં એક કૂવો આવેલો છે જે 176 વર્ષ જૂનો હોય તેઓ માનવામાં આવે છે. એટલું જ નહિ પરંતુ આખું ગામ પહેલા આ કુવામાંથી પાણી પીવા માટે લઈ જતા હતા. તે જગ્યા પર આજે એ ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજીનું મંદિર બનાવ્યું હતું. આજે દેશ-વિદેશમાં સુપ્રસિદ્ધ પામ્યો છે.
સારંગપુર કષ્ટભંજન હનુમાનજીનું મંદિર આજે ખૂબ જ પ્રખ્યાત બન્યો છે ત્યારે તેનો ઈતિહાસ પણ ખુબ જ રસભર બન્યો છે. આ ગામમાં પહેલા ખૂબ જ વિપરીત સમસ્યાઓ આવતી હતી.જ્યારથી હનુમાનજીનું મંદિર બનાવવામાં આવ્યું છે ત્યારથી આ ગામમાં કોઈ મોટી સમસ્યા આવી નથી.તેથી કહેવાય છે કે જે લોકો હનુમાનજીના દર્શન કરશે તેના જીવનમાં ધન્યતા અનુભવશે આવું વરદાન આ કષ્ટભંજન હનુમાનજીનું મંદિર બનાવીને એ ગોપાળાનંદ સ્વામીએ આપ્યું હતું.
જે મંદિરમાં આજે હનુમાનજી ના ભક્તોનું ઘોડાપુર જોવા મળે છે અને હનુમાનજીની પણ તેમના ભક્તોનું જીવન ખુશીઓથી ભરી દે છે અને માનવામાં આવે છે કે એકવાર માંથી દર શુક્રવારના દિવસે પાણી લેવામાં આવે છે. તે પાણીથી એ દાદાની મૂર્તિની અભિષેક કરાવવામાં આવે છે અને સાથે ભક્તોને પ્રસાદી માં આપવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment