આગામી બે અતિ ભારે વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, રાજ્યના આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ…

Published on: 10:00 am, Fri, 24 June 22

ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું આગમન થઇ ગયું છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે રસ્તામાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે ગુજરાતમાં વરસાદ ને લઈને હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે.

સુરત, વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં આગામી બે દિવસમાં અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે.  હવામાન વિભાગની આગાહી મુજબ ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી સહિતના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગાંધીનગર, અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેને લઇને હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 98 તાલુકામાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે જૂનાગઢમાં માણવદરમાં વરસાદ વરસ્યો છે. અહીં 2.5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે રાણાવાવમાં સવા 2 ઈંચ, સાવરકુંડલામાં 2 ઈંચ, ગીર ગઢડામાં પોણા 2 ઈંચ વરસાદ વરસ્યો છે.

અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો હતો. આ કારણોસર વીજળીના થાંભલાઓ અને ઝાડ ધરાશાયી થયા છે. અનેક જગ્યાઓ પર ભારે ગાજવીજ સાથે પણ વરસાદ વરસ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો