ગુજરાત રાજ્યમાં હાલમાં ચારેય બાજુ લગ્નની સીઝન ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં અનોખા લગ્નની સાથે સાથે અનોખી લગ્નની કંકોત્રી છપાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ઘણા લોકો પોતાના દીકરા અથવા તો દીકરીના લગ્ન યાદગાર બનાવવા માટે અલગ અલગ પ્રકારની કંકોત્રીઓ છપાવતા હોય છે અથવા તો કંકોત્રીની અંદર સમાજલક્ષી મેસેજ છપાવતા હોય છે.
આ પહેલા તમે આવી ઘણી બધી લગ્નની કંકોત્રીઓ સોશિયલ મીડિયા ઉપર જોઈ હશે. ત્યારે રાજકોટના એક પરિવારની દીકરીની લગ્નની કંકોત્રી હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. રાજકોટના એક કોળી પરિવાર એ દીકરીને આ લગ્નની કંકોત્રીની અંદર કંઈક એવો મેસેજ છપાવ્યો કે જે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
કંકોત્રી ની અંદર કોળી પરિવાર એવું લખાણ લખાવ્યું કે સમાજને એક સારો સંદેશ મળશે. વિગતવાર વાત કરીએ તો રાજકોટ શહેરના હડાળા ગામમાં રહેતા મનસુખભાઈ સીતાપરાએ પોતાના દીકરીના લગ્નની અનોખી કંકોત્રી છપાવડાવી હતી. તેમને લગ્નમાં આવતા તમામ મહેમાનો માટે એક ખાસ સુચના લખી હતી.
મનસુખભાઈ દીકરીના લગ્નની કંકોત્રીની અંદર લખાણ લખાવ્યું હતું કે, મહેરબાની કરીને લગ્નમાં કોઈ દારૂ પીને આવું નહીં. આ કંકોત્રી હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ વાયરલ થઈ રહી છે. આ અનોખો મેસેજ વાંચીને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
ઘણા લોકો તો મેસેજ વાંચીને ખડખડા હસી પડ્યા છે. મનસુખભાઈ દીકરીના લગ્નમાં દારૂ પીને ન આવું તેઓ ચોખ્ખો સંદેશ લગ્નની કંકોત્રીની અંદર છપાવ્યો છે. મિત્રો તમે ઘણા એવા લગ્ન જોયા હશે જેમાં લગ્નમાં આવતા મહેમાનો દારૂ પીને લગ્નમાં મન ફાવે તેવી હરકતો કરતા હોય છે. સતત આવી ઘટનાઓ વધી જતા મનસુખભાઈએ લગ્નની કંકોત્રીની અંદર અનોખો મેસેજ છપાવીને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મનસુખભાઈએ જણાવ્યું કે વાયરલ કંકોત્રી મારી દીકરીના લગ્નની જ છે, મારે સમાજ, ગામ અને પરિવારને વ્યસન મુક્ત બનાવો છે. માટે મેં આ અનોખી પહેલ કરી છે અને લગ્નમાં આવતા મહેમાનોને દારૂ ન પીવાની અપીલ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment