અમરેલીમાં આખલાએ સિંહોને હંફાવ્યા..! આખલાની હિંમત જોઈને સિંહને ઉભી પૂંછડીએ ભાગવું પડ્યું પડે… આવો અદભુત વિડીયો પહેલા ક્યારેય નહીં જોયો હોય…

Published on: 1:18 pm, Wed, 22 February 23

સૌરાષ્ટ્ર અને અમરેલી જિલ્લામાં સિંહોના આટાફેરાની વાત એક સામાન્ય બાબત બની ગઈ છે. અહીં છાસવારે ગામડાઓમાં શિકારની શોધમાં સિંહોના આટાફેરાના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. જેના તમે સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર વિડિયો પણ જોયા હશે. મિત્રો ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર અમરેલી જિલ્લાનો એક અદભુત વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જેમાં એક આખલાની સામે સિંહોનો ટોળું આવતા કંઈક એવું બન્યું કે વીડિયો જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. મળતી માહિતી અનુસાર રાજુલાના કોવાયા ગામમાં મોડી રાત્રે પાંચ સિંહનો શિકારની શોધમાં હતા. આ દરમિયાન સિંહના ટોળાએ એક આખલાને પોતાનો ટાર્ગેટ બનાવ્યો હતો. પરંતુ આખલાની હિંમત ની સામે જંગલના રાજા સિંહને દીવાલો ટપીને ઉભી પુછડીએ ભાગવું પડ્યું હતું.

જેનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ અદભુત વિડીયો જોઈને ભલભલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, શિકાર ની શોધમાં ગામમાં ઘૂસેલા સિંહના ટોળાએ એક આખલાને ચારેય બાજુથી ઘેરી લીધો છે. સિંહોને જોઈને આંખનો જરાક પણ ડરતો નથી.

પરંતુ આખલો સિંહોના ટોળાની સામે એવી હિંમત બતાવે છે કે સિંહો હાંફી જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે આખલાની હિંમત જોઈને પાંચ સિંહ માંથી એક સિંહ તો દિવાલ ઠેકી જાય છે. જ્યારે અન્ય સિંહો ઊભી પૂછડિયા ત્યાંથી ભાગી જાય છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર અને અમરેલીમાં આવી ઘટનાઓ સાવ સામાન્ય છે. અહીં સતત સિંહોની સંખ્યાઓ વધી રહી છે. જેના કારણે ઘણી વખત શિકારની શોધમાં વન્ય પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી આવતા હોય છે.

આ વિડીયો વાયરલ થયા બાદ ગામના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. આ પહેલા પણ તમે આવા ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર જોયા હશે. પરંતુ આ અદભુત વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકો વિડીયો જોઈને કહી રહ્યા છે કે આવો અદભુત વિડીયો પહેલા ક્યારેય નથી જોયો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમરેલીમાં આખલાએ સિંહોને હંફાવ્યા..! આખલાની હિંમત જોઈને સિંહને ઉભી પૂંછડીએ ભાગવું પડ્યું પડે… આવો અદભુત વિડીયો પહેલા ક્યારેય નહીં જોયો હોય…"

Leave a comment

Your email address will not be published.


*