વાહ ભાઈ વાહ શું બિઝનેસ છે..! આ યુવકે ભણવાનું મૂકીને શરૂ કર્યો દાડમનો બિઝનેસ… હવે દર મહિને 2 લાખથી પણ વધારે રૂપિયા….

Published on: 3:22 pm, Fri, 5 May 23

આપણે હંમેશા સાંભળ્યું છે કે સારા પગાર સાથે નોકરી મેળવવા માટે ઉચ્ચ શિક્ષણ અને ટકાવારી ખૂબ જ જરૂરી છે. પરંતુ કહેવાય છે કે પાંચેય આંગળીઓ સરખી હોતી નથી, તેવી જ રીતે દરેક બાળક કે વિદ્યાર્થી ભણવામાં હોશિયાર હોતો નથી. પરંતુ તેનો અર્થ એવો બિલકુલ નથી કે તે પૈસા કમાઈ શકતો નથી અથવા તો તે તેના જીવનમાં સફળ થઈ શકતો નથી.

આવી જ એક ઘટના મહારાષ્ટ્રના સોલાપુરમાં રહેતા સ્વપ્નિલ શિવાજી માલી ખેતી કરીને વાર્ષિક 25 લાખ રૂપિયાથી વધુ ની કમાણી કરી રહ્યો છે. સ્વપ્નિલ એગ્રી સાયન્સમાં અભ્યાસ કરતો હતો, તેનામાં પહેલેથી જ ખેતી કરવાની ધગશ હતી. જેના કારણે તેને અધવચ્ચે અભ્યાસ છોડી દીધો અને ખેતીમાં જ પોતાનું ભવિષ્ય બનાવવાનો નિશ્ચય કર્યો હતો.

તેણે દોઢ એકર કેસર દાડમના 450 છોડ અને ત્યારબાદ દ ટીશ્યુ કલ્ચર લેબ માંથી મળેલી બીજા દોઢ એકરમાં 385 છોડનું વાવેતર કર્યું હતું. જેનાથી તેણે દાડમની સારી ઉપજ મળી હતી, તેણે લગભગ 50 ટન ઉત્પાદન મેળવ્યું હતું અને સ્થાનિક બજારમાં તેણે 70 થી 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચ્યા હતા. દાડમ નો આ ભાવ મળવાથી તેને લાગ્યું કે સખત મહેનત પછી પણ આદર ખૂબ જ ઓછો છે.

દાડમની ઓછી કિંમતથી સ્વપ્નિલ થોડો નિરાશ તો થયો હતો, પરંતુ તેને એક નવો વિચાર આવ્યો અને તેણે અનારદાના, જ્યુસ, અને જેલી જેવા પ્રોડક્ટસ નું ઉત્પાદન શરૂ કરવાનું નક્કી કર્યું. સ્વપ્નિલ નું કહેવું છે કે ડેઝર્ટ, ક્વોલીટી, પૌષ્ટિકતા અને સ્વાદ ના કારણે પ્રોસેસ્ડ ઉત્પાદનની માંગ વધારે રહે છે. તેથી તેઓ મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી જિલ્લાના કુપવારમાં ક્રિષ્ના વેલી એડવાન્સ એગ્રીકલ્ચર ફાઉન્ડેશન, એગ્રી ક્લિનિક અને એગ્રી બિઝનેસ સેન્ટર યોજના હેઠળ તાલીમ કાર્યક્રમમાં જોડાયા.

અહીં તેમણે બે મહિનાની ટ્રેનિંગ લીધી હતી અને મેનેજમેન્ટના જણાવ્યા પ્રમાણે સ્વપ્નિલે અનારદાન પ્રોસેસિંગ યુનિટ સ્થાપવા માટે બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી 11.25 લાખ રૂપિયાની લોન લીધી હતી. લોન મળ્યા બાદ તેમણે સિદ્ધનાથ અનારદાના પ્રોસેસિંગ યુનિટ નામના દાડમ પ્રોસેસિંગ યુનિટ ની શરૂઆત કરી હતી. જેની ક્ષમતા દૈનિક બે ટન છે, તે ખેડૂતો પાસેથી સીધા જ દાડમ ખરીદે છે.

તે પ્રોસેસ કરીને તેને પેક કરે છે, જેનું તે ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં માર્કેટિંગ કરે છે. તે અન્ય રાજ્યોમાં જથ્થાબંધ ખરીદદારોને પણ તેની આ પ્રોડક્ટસ વેચી રહ્યા છે. તેમની પેઢીમાં સાત ગામોના 90 ખેડૂતો છે અને તેમણે 11 લોકોને રોજગાર પણ આપ્યો છે, તેમની પેઢીનું વાર્ષિક ટન ઓવર 25 લાખ રૂપિયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વાહ ભાઈ વાહ શું બિઝનેસ છે..! આ યુવકે ભણવાનું મૂકીને શરૂ કર્યો દાડમનો બિઝનેસ… હવે દર મહિને 2 લાખથી પણ વધારે રૂપિયા…."

Leave a comment

Your email address will not be published.


*