ગુજરાત માટે કોરોના ને લઈને ચિંતાજનક સમાચાર , ઘરની બહાર નિકળતા પહેલા સાવધાન ગુજરાતીઓ !

દેશમાં કોરોના ના કેસ ૧૦ લાખને પાર થઈ ચૂક્યા છે.ત્યારે કોરોના થી થતા મૃત્યુ મામલે ચોંકાવનારી હકીકત આંકડા મારફતે સામે આવી છે . શરૂઆતથી લઈને બુધવાર સુધી કોરોના આંકડા પરથી એટલું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે કે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કોરોના નું મૃત્યુ દર સૌથી વધુ છે.

કોરાના થી થતા મૃત્યુદર મામલે ગુજરાતની સ્થિતિ ચિંતાજનક છે તે વાત આપણે સૌ જાણીએ છીએ. આપણે આંકડા બતાવ્યા તો ગુજરાતનો મૃત્યુદર ૪.૫૯ સાથે સમગ્ર દેશભરમાં સૌથી વધારે છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધારે કોરોના ના કેસ સુરત શહેરમાં મળી આવ્યા છે. અમદાવાદ માં અમુક અંશે કોરોના સંક્રમણ અટક્યું હોય એવું જોવા મળ્યું છે.હાલ સમગ્ર દેશ માટે અને ગુજરાતીઓ માટે ચિંતાજનક સમાચાર એ છે કે દિવસેને દિવસે કોરોના ના દર્દીઓ ના મૃત્યુના કારણસર લોકોમાં ભય સતાવી રહ્યો છે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*