ગુજરાતના પાન – મસાલાના બંધાણીઓ માથે આવી આફત , આજથી લાગુ થઈ ગયો આ નિયમ

Published on: 10:33 am, Sat, 18 July 20

રાજ્યમાં કોરોના નો કહેર વધતા સુરત સહિત અનેક જિલ્લાઓમાં પાન મસાલા ના શોપ બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અનેક જિલ્લામાં પાન મસાલાની દુકાન સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.ગુજરાતમાં પાન મસાલા શોપ ઓનર્સ એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી પાન પાર્લર મસાલા પાર્સલ માં જ મળશે તેવો નિર્ણય કરાયો છે.પાન પાર્લર માં મસાલા બનાવવાની મનાઈ ફરમાવવામાં આવી છે.કોર્પોરેશનની કાર્યવાહીને પગલે પાન મસાલા શોપ એસોસિયન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.એસોસિયન ના મતે પાર્સલ પેક આપવાથી ભીડ તેમજ ગંદકીના અટકાવી શકાશે . પાન પાર્લર બહાર કોઈ થૂંકે તો દુકાન માલિકને ૧૦,૦૦૦ના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

ગુજરાતના કોઇપણ રાજ્યમાં પાન પાર્લર ના માલિક દ્વારા જો પાર્સલ સિવાય કોઈ વસ્તુ વેચવામાં આવશે તો તેમની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે ઉપરાંત નિયમ મુજબ દંડ લેવામાં આવશે.

Be the first to comment on "ગુજરાતના પાન – મસાલાના બંધાણીઓ માથે આવી આફત , આજથી લાગુ થઈ ગયો આ નિયમ"

Leave a comment

Your email address will not be published.


*