મિત્રો ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે ચોરી અને લૂંટની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ખાસ કરીને બાઈક પર આવતા ચોરોની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના મોરબીથી સામે આવી રહી છે. આ ઘટનામાં ઘર પાસે ઉભેલી એક મહિલા સાથે અચાનક એવું બન્યું કે તેને સપનામાં પણ નહીં વિચાર્યું હોય.
મહિલા સાથે બનેલી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો મોરબીના જીઆઇડીસી પાસે આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં ઘર પાસે ઊભેલી મહિલાના ગળામાંથી અઢી તોલાનો સોનાનો ચેન બાઈક પર આવેલા બે યુવકો લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.
આ ઘટના બન્યા બાદ જ્યાં ઊભેલી તમામ મહિલાઓ બાઈક ચાલકની પાછળ દોડે છે. પરંતુ તે પહેલા તો બંને બાઈક ચાલકો ત્યાંથી રફુચક્કર થઈ જાય છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મોરબીના જીઆઇડીસી પાસે આવેલી ચિત્રકૂટ શહેરી નંબર 4 ના મકાન નંબર 11 માં રહેતા જસમતગઢના વતની 59 વર્ષીય જોસનાબેન અંબારામભાઈ રંગપરિયા સોસાયટીમાં વચ્ચોવચ ઊભા રહીને દુધીબેન ભૂત અને દયાબેન નામની મહિલા સાથે વાતચીત કરી રહ્યા હતા.
ત્યારે બાઈક પર સવાર બે યુવકો ત્યાં આવે છે અને જોસના બેનના ગળામાંથી આશરે અઢી તોલાનો સોનાનો ચેન ખેંચી લે છે. સોનાનો ચેન ખેંચીને બંને આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટના 17 તારીખના રોજ બની હતી.
સોનાના ચેનની કિંમત 60,000 રૂપિયા અને ચેનમાં રહેલા સોનાના શ્રીનાથજીના પેન્ડલ ની કિંમત 15000 રૂપિયા હતી. એટલે કે માત્ર 10 સેકન્ડમાં બાઈક પર આવેલા બે આરોપીઓ 75 હજાર રૂપિયાની લૂંટ કરીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.
આ ઘટના બન્યા બાદ ત્રણેય મહિલાઓ બાઈક ચાલકને પકડવા માટે તેની પાછળ દોડે છે. પરંતુ બાઈક ચાલક કોઈના હાથમાં આવતા નથી. સમગ્ર ઘટના બન્યા બાદ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment