મિત્રો હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે અને આ ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં એક મહિલાએ હોસ્પિટલની બહાર રોડ ઉપર બાળકને જન્મ આપ્યો છે. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે હોસ્પિટલની અંદર મહિલાને દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ અચાનક જ મહિલાને પીડા ઉપડી હતી. ત્યારે ત્યાં હાજર લોકોએ હોસ્પિટલની સામે જ રસ્તા ઉપર મહિલાની ડીલીવરી કરાવી હતી. જોકે આ વીડિયોની અમારી વેબસાઈટ ગુજ્જુ રોક્સ પુષ્ટિ કરતો નથી.
આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના તિરુપતિમાં બની હતી. અહીં એક મહિલાએ 100 બેડની મેટરનિટી નામની હોસ્પિટલની સામે રસ્તા ઉપર બાળકને જન્મ આપ્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલીક મહિલાઓ ગર્ભવતી મહિલાને રસ્તા પર ચાદરથી ઢાંકી જોવા મળી રહે છે.
ત્યાં એક વ્યક્તિ પણ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ વ્યક્તિ ડીલીવરી કરાવવામાં મદદ કરી રહ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે આ વ્યક્તિ આરોગ્ય કેન્દ્રમાં કામ કરે છે. મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે, મહિલા છત્તીસગઢના બિલાસપુરની રહેવાસી છે. આ ગર્ભવતી મહિલાને તિરૂપતિ મેટરનિટી હોસ્પિટલના સ્ટાફે દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો.
કારણકે તેની સાથે કોઈ અટેન્ડન્ટ ના હતા. ત્યારે અચાનક જ હોસ્પિટલની બહાર મહિલાને ડીલીવરીનો દુખાવો ઉપડ્યો હતો. ત્યારે આસપાસ ઉભેલા કેટલાક લોકો મહિલાની મદદ માટે ત્યાં દોડી આવ્યા હતા. ત્યારબાદ કેટલીક મહિલાઓએ મળીને મહિલાને ચાદરથી ઢાંકી દીધી અને એક વ્યક્તિએ મહિલાને ડીલીવરી કરી હતી.
A women was forced to deliver baby on road after Tirupati Maternity Hospital allegedly denied admission. Victim was not admitted by staff for not having attender to accompany her. A paramedic present at the spot helped the victim, later women was admitted to hospital. pic.twitter.com/w31mj0rjQt
— Sowmith Yakkati (@sowmith7) November 22, 2022
મળતી માહિતી અનુસાર ડીલેવરી થયા બાદ હોસ્પિટલ મેનેજમેન્ટ મહિલા અને તેના બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment