કાર ચાલક મહિલાએ શેરીમાં રમી રહેલા 4 વર્ષના બાળકને કચડી નાખ્યું… બાળકને એવું દર્દનાક મોત મળ્યું કે… વીડિયો જોઈને હૈયુ ધ્રુજી ઉઠશે…

Published on: 5:16 pm, Fri, 3 November 23

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં એક માસુમ બાળકને કાર ચાલકે કચડી નાખ્યો હતો. આ કારણોસર બાળકોનું તડપી તડપીને મોત થયું છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

દીકરાનું મોત થતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. આ દુખદ ઘટના પંજાબના મોહાલી માંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર ચાર વર્ષનો માસુમ બાળક શેરીમાં રમી રહ્યો હતો. આ દરમિયાન એક મહિલા કાર લઈને શેરીમાંથી પસાર થાય છે.

આ ઘટનામાં મહિલાની બેદરકારીના કારણે માસુમ બાળક કારની નીચે કચડાઈ ગયો હતો. આ ઘટના બન્યા બાદ આરોપી મહિલા ઘટના સ્થળેથી ફરાર થઈ ગઈ હતી. ઘટના બનતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. પછી ચાર વર્ષના બાળકને તાત્કાલિક બાઈક પર સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

પરંતુ આ દરમિયાન રસ્તામાં બાઈકમાં પંચર પડ્યું હતું. એટલે ત્યારબાદ એક કારમાં બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરે બાળકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યું હતું. મૃત્યુ પામેલા બાળકનું નામ પ્રિન્સ છે તેવું જાણવા મળી રહ્યું છે.

હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે કારચાલક મહિલા સામે ગુનો નોંધીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. હાલમાં ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કાર ચાલક મહિલાએ શેરીમાં રમી રહેલા 4 વર્ષના બાળકને કચડી નાખ્યું… બાળકને એવું દર્દનાક મોત મળ્યું કે… વીડિયો જોઈને હૈયુ ધ્રુજી ઉઠશે…"

Leave a comment

Your email address will not be published.


*