એક સેવાકીય સપ્તાહના કાર્યક્રમમાં નીતિન પટેલની પોસ્ટર માંથી બાદબાકી થતા સમગ્ર રાજકારણ ગરમાયું છે. મહેસાણાના વડનગરમાં આ કાર્યક્રમમાં આવા પોસ્ટરો વાયરલ થયા છે.ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં નીતિન પટેલને પોસ્ટર માટે ગાયબ થતાં જાતભાતની અટકળો લગાવવામાં આવી રહી છે. આપણે જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહ કાર્યક્રમ મનાવાઈ રહ્યો છે જે હાલમાં વિવાદિત બન્યો છે.
નીતિનપટેલ અને મહેસાણાનાં સાંસદ શારદાબેન પટેલ નો પણ ફોટો નહીં હોવાને કારણે અટકળો લગાવવામાં આવી રહી છે. આ પોસ્ટરમાં સી.આર.પાટીલ નો ફોટો છે અને પટેલ નો ફોટો નહીં હોવાથી પાટીદાર નેતાઓનું કદ વેતરાઈ રહી હોવાનું અટકળો લગાવી રહ્યા છે.
ભાજપની અંદર આંતરિક વિવાદ થઇ રહ્યા છે ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસમાં જઈને મોરચો માંડયો છે. ભાજપે પાટીદારોને નારાજ કરવા પોસાય તેમ નથી તેમ છતાં .
આ કારનામાને કારણે લોકોમાં ભાજપના પાટીલ અને પાટીદાર માં વિખવાદ હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!