દેશમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડ્યો છે. ગુજરાતમાં વરસાદ વરસાવનાર ચોમાસુ હવે વિદાય લેવાની તૈયારીમાં હોવાના સંકેતો મળી રહ્યા છે. ચોમાસાનો દેશમાં પ્રવેશ દક્ષિણભારતના કેરળ થી થાય છે. પણ તેના વિદાયની શરૂઆત કચ્છ અને રાજસ્થાન થી થતી હોય છે. હવામાનખાતા અનુસાર આગામી પાંચ દિવસ માટે સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ભારે વરસાદની આગાહી નથી પણ છૂટાછવાયા ઝાપટા પડવાની આગાહી છે.
ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદી ગતિવિધિ ઘટવાની સાથે ગરમીમાં વધારો થવાની શક્યતા છે.સમગ્ર દેશ માટે આ ચોમાસું અત્યાર સુધીમાં 107 ટકા વરસાદ પડયો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 19 ઈંચ વરસાદ પડતો હોય છે તેની સામે 44 ઈંચ થી વધુ વરસાદ સાથે 133 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં નોંધપાત્ર વરસાદ સાથે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચોમાસુ સૌથી સારું રહ્યું છે.
ચોમાસાની વિદાય માટે સામાન્ય તારીખ હવામાન ખાતાએ 15 સપ્ટેમ્બર આપેલ હતી પરંતુ, આ વર્ષથી ચોમાસુ બેસવાને વિદાય બંનેનો સામાન્ય સમય પાછલા દાયકાઓના વરસાદ ની પેટન અન્વયે બદલવામાં આવ્યો છે.
ચોમાસુ ની વિદાય ની તારીખ 20 સપ્ટેમ્બર છે. આવતીકાલે જ્યારે 20 સપ્ટેમ્બર છે ત્યારે ચોમાસું વિદાય લે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. જોકે સૌરાષ્ટ્રમાં આજે ગોંડલ,વિસાવદર સહિતના વિસ્તારોમાં છુટાછવાયા ઝાપટા થી એક ઇંચ વરસાદ વરસ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment