તમારી પાસે આ વસ્તુ હશે તો તમને નહિ મળે સરકારી અનાજ,એટલા કાર્ડધારકોને મળતી સુવિધા બંધ

રાશન કાર્ડ ધારકોને આપવામાં આવતા રાશનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. હવે રાજ્યમાં ફોરવ્હીલ ધારકોને કોઈપણ પ્રકારનું સરકારી અનાજ નહીં મળે. રાજ્યભરમાં ટૂંક જ સમયમાં આ નિયમનું અમલવારી થશે. આ માટે ફોરવ્હીલ ધારકો માટે એક મોટી યાદી તૈયાર કરવામાં આવી છે. હાલમાં છોટે ઉદેપુર ના સંખેડા માં 150 કાર્ડધારકો નું રાશન બંધ કરી દેવામાં આવ્યું છે.

આવા તમામ લોકોને કોઇપણ પ્રકારનું સરકારી અનાજ દુકાનમાંથી નહીં મળે. વ્યાજબી કે સસ્તા ભાવે અનાજ નો કોઈ પણ પ્રકારનો પુરવઠો નહીં મળે. આ તમામ લોકો અત્યાર સુધી સસ્તા ભાવે અનાજ લેતા હતા. સંખેડા તાલુકામાં કડક નિયમ લાગુ કરવામાં આવ્યો છે. સંખેડા તાલુકાની RTO ઓફિસમાંથી કાર ધરાવતા તમામ લોકોના ડેટા માગવામાં આવ્યા હતા.

જેમાંથી કેટલાય લોકો સરકારી અનાજ મફતના ભાવે મેળવતા હતા અને આવા તમામ લોકો ના નામે રજીસ્ટેશન હતું. તંત્ર કડક કાર્યવાહી કરવા આદેશ કર્યા અને ત્યારબાદ 150 કાર્ડ ધારકોના કાર્ડ બંધ કરવામાં આવ્યા.

સંખેડા તાલુકામાં ગરીબ લોકોને અનાજનો પુરવઠો પૂરતો મળી રહે તે માટે અનાજનો જથ્થો પ્રયાપ્ત કરવામાં આવ્યો હતો. આ યાદીમાં 19 જેટલા સરકારી કર્મચારીઓનો સમાવેશ થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*