ગુજરાતમાં પ્રવેશ માટે હવે નેગેટિવ રિપોર્ટ હોવો જરૂરી છે અને આવતીકાલથી ગુજરાત રાજ્ય ને જોડતી તમામ બોર્ડરો પર કોરોના RTPCR ટેસ્ટ ફરજીયાત કરાયો છે. રાજ્યમાં કોરોના ના કેસો માં સતત વધારો થઈ રહ્યો છે.
તો બીજી તરફ પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના કેશોદ તંત્ર હરકતમાં આવી ગયું છે અને રાજસ્થાન મહારાષ્ટ્ર ની ગુજરાત બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
રાજસ્થાન થી ગુજરાત આવતા મુસાફરોને ટેસ્ટ બાદ ગુજરાતમાં એન્ટ્રી અપાશે તેવો રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી નિર્ણય લીધો છે.
મહત્વનું છે કે બનાસકાંઠાની ચાર બોર્ડર પર ફરજિયાત ટેસ્ટ કર્યા બાદ જ એન્ટ્રી અપાશે અને જે વ્યક્તિઓએ RTPCR ટેસ્ટ કરાવ્યો નહીં હોય તેવા લોકોને એન્ટ્રી આપવામાં નહિ આવે.
મંગળવારના છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વધુ નવા 2220 નવા કેસો સામે આવ્યા છે જ્યારે નવા 10 લોકોના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4510 એ પહોંચ્યો છે.
આજ રોજ ગુજરાત રાજ્યમાં વધુ 1988 દર્દીઓ સાજા થયા છે તો ફૂલ 2,88,565 દર્દીઓ કોરોના ને માત આપી ચૂક્યા છે જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 94.51 ટકા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment