ગુજરાતમાં ખેડૂતોની મહાપંચાયત ને લઈને બાપુ શંકરસિંહ તૈયાર, જાણો કયા કયા યોજાશે ખેડૂત સવાંદ કાર્યક્રમ.

145

ગુજરાત માં ટીકૈત ની મહાપંચાયત કરવા માટે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તૈયાર થયા છે ત્યારે જાણો રાકેશ ટીકૈત નો ગુજરાત નો સમગ્ર કાર્યક્રમ. ખેતી થી જોડાયેલા ત્રણેય કાયદાઓ વિરુદ્ધ 4 મહિનાથી દિલ્હીની અલગ-અલગ બોર્ડરો પર ખેડૂતો કેન્દ્ર સરકાર વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે.

હવે આંદોલનને લઈને ખેડૂત નેતા ગુજરાતમાં પણ પહોંચવાની તૈયારી કરી રહ્યા છે. આ કામમાં તેઓની મદદ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કરી રહ્યા છે.

ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં ખેડૂત નેતા રાકેશ ટીકૈત ગુજરાત ના બે અલગ અલગ શહેરોમાં ખેડૂત મહાસંમેલન કરવા જઈ રહ્યા છે. આ મહા સંમેલન 4 અને 5 એપ્રિલ થશે.

જેની શરૂઆત 4 એપ્રિલે ગુજરાતમાં શક્તિપીઠ અંબાજીના દર્શન ની સાથે કરવામાં આવશે. રાકેશ ટીકૈત ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં અને.

દક્ષિણ ગુજરાતમાં બારડોલીમાં સંમેલનને સંબોધિત કરશે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ તેમની સાથે આ મહા સંમેલનમાં સામેલ થશે.

આગામી દિવસે 5 એપ્રિલે સવારે અંદાજિત સાત વાગ્યે અમદાવાદમાં ગાંધી આશ્રમમાં ગાંધીજીને માળા અર્પણ કરી, સરદાર પટેલની જન્મભૂમિ કરમસદ પહોંચશે.

કરમસદ થી અંદાજીત 11 વાગ્યે વડોદરાના છાની પાસે ગુરુદ્વારામાં દર્શન કરશે અને ત્રણ વાગ્યે બારડોલીમાં ખેડૂત સાથે સંવાદ કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!