રાજ્યમાં સતત કોરોના ના કેસ વધતા, રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનને લઈને લેવાયો મોટો નિર્ણય…

દેશમાં કોરોના ની બીજી લહેર દિવસેને દિવસે ઘટી રહી છે ત્યારે અમુક એવા રાજ્યો છે ત્યાં કોરોના કેસ ઘટવાની જગ્યાએ વધી રહ્યા છે. ઉપરાંત દક્ષિણ ભારતમાં કોરોના ની સાથે જીકા વાયરસનું સંકટ પણ વધી રહ્યું છે.

એ માટે કેરળ રાજ્યમાં કોરોના ના કેસ અને જીકા વાયરસના કેસ સતત વધવાના કારણે રાજ્યમાં 17 થી 18 જુલાઈએ સંપૂર્ણ લૉકડાઉન નું એલાન કર્યું છે. રાજ્યમાં દિવસેને દિવસે કોરોના ના કેસ વધી રહ્યા છે એના કારણે રાજ્ય સરકારે આ મોટો નિર્ણય લીધો છે.

કેરળમાં કોરોના અને જીકા વાયરસનો સંકટ દિવસેને દિવસે સતત વધી રહ્યા છે તે માટે હવે બેંકમાં ફક્ત 5 દિવસ સુધી કામકાજની પરવાનગી આપવામાં આવી છે.

રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન માં બેંક પણ બે દિવસ બંધ રાખવામાં આવશે. કેરળમાં જીકા વાયરસ ના કેસ પણ વધી રહ્યા છે. મંગળવારના રોજ રાજ્યમાં નવા કેસો સામે આવ્યા હતા.

કેરળમાં જીકા વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 18 થઈ ગઈ છે. રાજ્યમાં મંગળવારના રોજ જીકા વાયરસ ના ત્રણ કેસો સામે આવ્યા હતા જેમાંથી એક બાળક હતો.

કેરળમાં મંગળવારના રોજ કોરોના ના 14539 નવા કેસો સામે આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના ના કુલ 3087637 નોંધાયા છે. અને કેરળમાં કોરોના ના કારણે અત્યાર સુધીમાં 14810 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*