શું ફરી એકવાર આવશે લોકડાઉન? કોરોનાવાયરસ ના કેસો વધતા આ દસ રાજ્યોએ કેન્દ્ર સરકારને કહ્યું કે તાત્કાલિક કરો આ કામ…

81

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ ની આગેવાનીમાં મળેલી સમીક્ષા બેઠકમાં તમામ રાજ્યોને 10 ટકાથી વધારે પોઝિટિવિટી રેટ કરતા જિલ્લાઓમાં ભીડ અટકાવવા તથા કોરોના નિયમોનું કડકાઇથી પાલન કરવાનો આદેશ આપ્યો છે.

કેરળ,મહારાષ્ટ્ર,કર્ણાટક,તમિલનાડુ ઓડીશા,આસામ,મેઘાલય,મિઝોરમ, મણિપુર સામેલ છે.આ રાજ્યોને લોકડાઉન જેવા કડક પ્રતિબંધ લાગુ પાડવાનું જણાવ્યું છે મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા સ્ટેટમેન્ટ અનુસાર હોમ આઇસોલેશન માં રહેલા લોકો પર ચાંપતી નજર રાખવી જોઈએ અને જરૂર પડે તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં ઢીલ ન રાખવી જોઇએ.

જ્યાં 10 ટકા કરતાં ઓછો પોઝિટિવિટી રેટ હોય તેવા જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો રાજ્યને આદેશ આપ્યો છે.બેઠકમાં હાજર રહેલા ICMR ડિરેક્ટર ડોક્ટર બલરામ ભાર્ગવે જણાવ્યું કે દરરોજ 40 હજાર જેટલા કેસો આવે તો બાંધછોડ કરવાની જરૂર નથી.

ભારતમાં લગભગ 46 જિલ્લામાં 10 ટકા કરતાં વધારે પોઝિટિવિટી નોંધાઈ રહ્યો છે. અને 53 જિલ્લા એવા છે કે ખતરા તરફ આગળ વધી રહ્યા છે. કોરોના નવા કેસ માં વધારો થતા મંત્રાલય વચ્ચે 4 પોઇન્ટના દિશાનિર્દેશો જારી કરાયા છે. 10 રાજ્યોમાં 80 ટકા કરતાં પણ વધારે સક્રિય કેસો હોમ આઈસોલેશનમાં છે. આ લોકો પર નજર રાખવા પર ખાસ ધ્યાન આપતા મંત્રાલય કહ્યું કે આ દર્દીઓ ની દેખરેખ માટે સમુદાય,ગામ,મહોલ્લા વગેરેના સ્તરે સ્થાનિક દેખરેખ કરવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!