પીએમ કિસાન યોજના ના 10 માં હપ્તા ની સાથે ખેડૂતોને મળશે આ જોરદાર લાભ,જલ્દીથી કરો આ કામ

Published on: 10:46 am, Mon, 29 November 21

કેન્દ્ર સરકારની સૌથી મહત્વની યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોની આવક વધારવા માટે સરકાર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ યોજના હેઠળ,સરકાર ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ના 3 હપ્તામાં વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપે છે.

અત્યાર સુધીમાં તેના 9મા હપ્તા એટલે કે 18000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ગયા છે.પીએમ કિસાન યોજના હેઠળ હવે સરકાર ખેડૂતોને અન્ય ઘણા લાભો પણ આપી રહી છે.વાર્ષિક 3 હપ્તા ઉપરાંત હવે ખેડૂતો પણ માનધન યોજના નો લાભ લઇ શકશે.

ખેડૂતોની આર્થિક મદદ અને વૃદ્ધાવસ્થાને સુરક્ષિત રાખવા માટે સરકારે પેન્શન સુવિધા માટે પીએમ કિસાન માન ધન યોજના પણ શરૂ કરી છે.આ સાથે ખેડૂતો ક્રેડિટ કાર્ડ થી લોન નો લાભ પણ લઈ શકે છે. સરકાર પીએમ કિસાન યોજના ડેટાના આધારે ખેડૂતો માટે યુનિક ફાર્મર આઇડી બનાવવાની પણ તૈયારી કરી રહી છે.

કેન્દ્ર સરકારે તેની સૌથી મહત્વાકાંક્ષી યોજના પીએમ કિસાન યોજના નો નવમો હપ્તો બહાર પાડ્યો છે. દેશના કરોડો ખેડૂતો આ યોજના નો લાભ મેળવી રહ્યા છે. તમને જણાવી દઇએ કે આ યોજના હેઠળ ખેડૂતોને માત્ર આર્થિક મદદ જ નથી મળતી પરંતુ સરકાર સસ્તા દરે લોન પણ આપે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!