ભારત દેશમાં સતત કોરોના ના કેસો વધી રહ્યા છે અને દેશમાં કોરોના ની સ્થિતિ બેકાબુ થઇ ગઈ છે. અને કેટલાક રાજ્યમાં તો કર્ફ્યુ પણ લાગી ગયા છે. તેવામાં મંત્રી અમિત શાહે લોકડાઉન અંગે જવાબ આપ્યો છે. ભારતમાં કોરોના ની બીજી રહે ખૂબ બેકાબૂ થઈ રહી છે.
અને દેશમાં કોરોના કેસ અને મૃત્યુનું પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. અને સમગ્ર દેશમાં જુદા જુદા પ્રકારના પ્રતિબંધો લાગી રહ્યા છે. ભારત દેશમાં મોટાભાગના રાજ્યોમાં વિકેન્ડ કરફ્યુ અને નાઈટ કર્ફ્યુ જેવા નિર્ણય લઈને કોરોના ની સ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયત્ન કરી રહ્યા છે.
સમગ્ર દેશભરમાં લોકડાઉન મુદ્દે અમિત શાહે કહ્યું કે અત્યારે કોઈ પણ પ્રકારનો લોકડાઉન લાગશે નહીં. અમિત શાહને એક મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન આ સવાલ પૂછવામાં આવ્યો હતો.
ત્યારે અમિત શાહે જવાબ આપીને કહ્યું હતું કે રાજ્યમાં કોઈપણ પ્રકારનું લોકડાઉન લાગશે નહીં. અમિત શાહે કહ્યું કે જ્યારે પ્રથમ વખત લોકડાઉન કર્યું હતું.
ત્યારે આપણી પાસે કોરોના ની કોઈપણ પ્રકારની રસી કે દવા નથી તેથી લોકડાઉન ની પરિસ્થિતિ સર્જાઇ હતી. પરંતુ અત્યારે દેશ પાસે રસી અને દવા બને છે તે માટે લોકડાઉન ની કોઈ પણ શંકા નથી.
ભારત દેશમાં આજે કોરોના ના નવા 2,61,500 કેસો નોંધાયા છે. જ્યારે કોરોના માંથી રિકવરી મળતા દર્દીઓની સંખ્યા 1,38,423 લોકો સાજા થઇ ગયા છે. આજરોજ સમગ્ર દેશમાં મૃત્યુનો આંકડો 1501 પહોંચી ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment