સુરતના સ્મશાનમાં મૃતદેહ નું વેઇટિંગ જોતા મહાનગરપાલિકાએ ભર્યુ આ ખાસ પગલું, જાણો.

117

સુરતમાં કોરોના નો કાળો કહેર વર્તાવ્યો છે અને શહેરમાં સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં સતત છેલ્લા થોડા દિવસોથી 2000 ઉપર કેસ સામે આવી રહ્યા છે. જેના લીધા સુરત મહાનગરપાલિકા ની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે.

સુરતના કોરોના કેસો વધવાની સાથે લોકોના મોતના આંકડા પણ વધવા લાગ્યા છે જેના પુરાવા સ્મશાન ગૃહમાં જોવા મળી જાય છે. આ બાબતને જોતા સુરત મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે.

રાજ્યમાં 15 થી વધુ 108 ને શબવાહિની માં ફેરવી દેવાઇ છે. જેમાંથી સુરતને ત્રણ ફાળવવામાં આવી છે. સુરત અને રાજ્યમાં કોરોના થી મૃત્યુ આંક વધતા શબવાહીની તંગી સર્જાય છે.

આ તંગી ને દુર કરવા સમયમર્યાદા પૂર્ણ થયેલ 108 ને શબ વાહિની તરીકે ઉપયોગ શરૂ કરાયો છે.સુરત શહેરમાં છેલ્લા 24 કલાક માં 2155 કરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

સુરત શહેરમાં 1720 જ્યારે ગ્રામીણ વિસ્તારમાંથી 435 કેસ નોંધાયા છે તેની સાથે કુલ દર્દીઓની સંખ્યા 84451 પર પહોંચી ગઈ છે.

આ સિવાય કોરોનાથી 26 લોકોના મોત નીપજયાં છે અને તેની સાથે મોતનો આંકડો 1430 પર પહોંચી ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!